અમેરિકન સેના વેનેઝુએલામાં ત્રાટકી, ડ્રગ કાર્ટેલનો માફિયા નીનો ગુરેરો ઠાર

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સત્તાવાર જાહેરાત…

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, અમેરિકન સેનાએ વેનેઝુએલામાં એક ભયાનક સૈન્ય ઓપરેશન પાર પાડીને ખતરનાક ડ્રગ માફિયા હેક્ટર રસ્ટનફોર્ડ ગુરેરો ફ્લોરેસ ઉર્ફે ‘નીનો ગુરેરો’ને મોતને ઘાટ ઉતારી દીધો છે.

ટ્રમ્પે આ સૈન્ય હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ કાર્યવાહી વેનેઝુએલા સરકારના સમન્વય (મેળવડા) સાથે કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ટ્રેન ડે અરગુઆ કાર્ટેલના આ આતંકવાદીઓ અને ડ્રગ તસ્કરો આ દુનિયામાં રહેવાને લાયક જ નથી. મારા નેતૃત્વ હેઠળ અમેરિકન સેના દુનિયાના કોઈપણ ખૂણેથી આંતરરાષ્ટ્રીય આતંકીઓનો પીછો કરીને તેમને ખતમ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઠાર મરાયેલો ગુરેરો લાંબા સમયથી માનવ તસ્કરી, આતંકવાદ અને ડ્રગ્સ સપ્લાયના ગુનાઓમાં અમેરિકાની આંખમાં ખૂંચતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *