ઈરાકમાં US એમ્બેસી ધ્વસ્ત શારજાહમાં US ટેન્કર ડૂબ્યું

  14 દિવસથી ચાલી રહેલા અખાતી યુધ્ધ ઓસવાના કોઈ એંધાણ નથઈ તો પણ અમેકિરકી છાવણીમાંથી ઈરાનની પરાજિતતાનું બ્યુગલ સતત વગાડવામાં આવે છે અને એની સામે…

 

14 દિવસથી ચાલી રહેલા અખાતી યુધ્ધ ઓસવાના કોઈ એંધાણ નથઈ તો પણ અમેકિરકી છાવણીમાંથી ઈરાનની પરાજિતતાનું બ્યુગલ સતત વગાડવામાં આવે છે અને એની સામે ઈરાન તરફથી કોઈને કોઈ હુમલાઓ અમેરિકા-ઈઝરાયેલના એટલેઝ કે ઈતર સ્થળોએ ચાલુ રાખવામાં આવ્યા છે. ઈરાકે અમેરિકા સાથેની પોતાની જુની દુશ્મનાવટ જીવંત કરીને યુધ્ધમાં ઝંપલાવ્યું છે જે માટે ઈરાક સરકાર કહે છે કે અમેરિકાનાં હિતો પર થતા હુમલાઓએ દેશની અંદરના ઈરાન તરફી આતંકવાદી જુથો દ્વારા થયેલા છે, ઈરાક સૈન્ય દ્વારા નહીં.

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં 14 માર્ચ, 2026ના રોજ નવા હુમલાઓ સાથે તણાવ વધુ વધ્યો છે. યુદ્ધ 28 ફેબ્રુઆરીથી શરૂૂ થયું હતું, જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત હવાઈ હુમલા કરીને ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનેઈને મારી નાખ્યા હતા, જેના પછી ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી જવાબ આપ્યો હતો. જો કે આજે પણ મધ્યપૂર્વના આકાશમાં ચોતરફ ભીડતા ટોળા જેમ ડ્રોન દેખાયા કરે છે.

નિવારે ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસના હેલિપેડ પર મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાકી અધિકારીઓએ આ પુષ્ટિ કરી છે. તે પહેલાં ડ્રોન હુમલામાં પણ ધૂમાડો ઉઠતો જોવા મળ્યો હતો. આ હુમલા ઈરાન સમર્થિત જૂથો દ્વારા કરાયા હોવાનું માનવામાં આવે છે. દરમિયાનમાં શાહજહામાં એક વિશાળ અમેરિકી ઓઈલ જહાજ ઈરાને આજે તોડી પાડયું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે ઈરાન સંપૂર્ણપણે હારી ગયું છે અને ડીલ ઈચ્છે છે, પરંતુ એવી ડીલ જે હું સ્વીકારું નહીં. તેમણે કહ્યું કે અમેરિકી સેનાએ ઈરાન પર શાનદાર કાર્યવાહી કરી છે અને ફેક ન્યૂઝ મીડિયા આની સારી રીતે રિપોર્ટ નથી કરતું. ટ્રમ્પે ઈરાનના મધ્ય પૂર્વ પર વર્ચસ્વ અને ઇઝરાયેલને નષ્ટ કરવાના પ્લાનને હવે મૃત જાહેર કર્યા છે. હૈદરાબાદમાં ડ્રાય ફ્રુટ્સના ભાવ 30-40% વધ્યા છે કારણ કે ઈરાન, અફઘાનિસ્તાન અને તુર્કીથી આયાત અટકી ગઈ છે. આ યુદ્ધથી વૈશ્વિક તેલ બજાર હચમચી ગયું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શિપિંગ અટકી ગઈ છે, જે વિશ્વના 20% તેલ પુરવઠાનું માર્ગ છે. ઈરાને ભારતીય એલપીજી કેરિયર્સને પસાર થવા દીધા છે, પરંતુ વધુ તણાવ વધુ વિક્ષેપ પેદા કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *