સિરિયામાં અમેરિકાની એરસ્ટ્રાઇક, 70 સ્થળે હુમલો

અમેરિકાએ ફરી એકવાર સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ સામે મોટી લશ્કરી કાર્યવાહી શરૂૂ કરી છે. પાલમિરા વિસ્તારમાં થયેલા ઘાતક હુમલામાં અમેરિકન સૈનિકોના મોત બાદ, પેન્ટાગોને કડક પ્રતિક્રિયા…

અમેરિકાએ ફરી એકવાર સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ સામે મોટી લશ્કરી કાર્યવાહી શરૂૂ કરી છે. પાલમિરા વિસ્તારમાં થયેલા ઘાતક હુમલામાં અમેરિકન સૈનિકોના મોત બાદ, પેન્ટાગોને કડક પ્રતિક્રિયા આપવાનું નક્કી કર્યું હતું. આ હુમલા બાદ, અમેરિકન સૈન્યએ ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક શરૂૂ કર્યું હતું, જેનો હેતુ ISIS નેટવર્કને સંપૂર્ણપણે ખતમ કરવાનો હોવાનું કહેવાય છે.

પેન્ટાગોનના વડા પીટ હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતી વખતે જણાવ્યું હતું કે, 13 ડિસેમ્બરે સીરિયામાં અમેરિકન લશ્કરી ઠેકાણા પર થયેલા હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક નાગરિક માર્યા ગયા હતા, જ્યારે ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ લશ્કરી કાર્યવાહી આ હુમલાના જવાબમાં શરૂૂ કરવામાં આવી હતી.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીના ભાગ રૂૂપે મધ્ય સીરિયામાં ISIS સાથે જોડાયેલા આશરે 70 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. આમાં આતંકવાદી ઠેકાણા, શસ્ત્રોની સંગ્રહ સુવિધાઓ અને તાલીમ ઠેકાણાનો સમાવેશ થાય છે. પેન્ટાગોને સંકેત આપ્યો છે કે, પરિસ્થિતિના આધારે આગામી દિવસોમાં વધુ લશ્કરી કાર્યવાહી શક્ય બની શકે છે.

અમેરિકા અને તેના સાથીઓએ આ કાર્યવાહીમાં પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું હતું. હુમલામાં F-15 ઇગલ ફાઇટર જેટ, A-10 થંડરબોલ્ટ એટેક એરક્રાફ્ટ, AH-64 અપાચે હેલિકોપ્ટર અને ઇંઈંખઅછજ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોર્ડનના F-16 ફાઇટર જેટનો પણ આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ લશ્કરી કાર્યવાહીનો જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આ હુમલાઓ ISISના ગઢને નિશાન બનાવી રહ્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, કોઈપણ આતંકવાદી સંગઠન જે યુનાઇટેડ સ્ટેટ્સ પર હુમલો કરવાનો અથવા ધમકી આપવાનો પ્રયાસ કરશે તેને પહેલા કરતાં વધુ ખતરનાક જવાબ આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *