2016માં ડિજિટલ સિસ્ટમ શરૂ થયા બાદ સૌથી વધુ ટ્રાન્જેકશન નોંધાયા
વર્ષ 2024 તેના અંતિમ પડાવ પર છે. આ સમયગાળા દરમિયાન જો આપણે પાછળ નજર કરીએ તો ભારતે આ વર્ષે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. આમાં લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નેતા તરીકે દેશનો ઉદભવ સામેલ છે. વર્ષ 2024માં ભારતે વધુ એક સિદ્ધિ મેળવી છે. આ વર્ષે દેશમાં યુપીઆઇ દ્વારા રેકોર્ડ 16.5 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે.
MyGovIndiaએ ટ્વિટર પર તેના સત્તાવાર એકાઉન્ટ પર તેના વિશે લખ્યું છે કે વર્ષ 2024 ભારત માટે ઐતિહાસિક હતું કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી હતી. દેશમાં આ ડિજિટલ સિસ્ટમની શરૂૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી.અને આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં તે વોલ્યુમની દ્રષ્ટિએ રૂૂ. 15.04 અબજ સુધી પહોંચી ગયો હતો, જ્યારે જુલાઈમાં તે વેલ્યની દ્રષ્ટિએ રૂૂ. 20.64 ટ્રિલિયન પર પહોંચ્યો હતો.
છેલ્લા મહિનાના ડેટા દર્શાવે છે કે આ વ્યવહાર વ્યક્તિ અને વેપારી વચ્ચે માલ અને સેવાઓની ખરીદી અને વેચાણ માટે થયો હતો. ઑક્ટોબરની તહેવારોની સિઝનમાં તેને પ્રોત્સાહન મળ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે યુપીઆઇએ વોલ્યુમમાં રૂૂ. 16 અબજ અને મૂલ્યમાં રૂૂ. 23 ટ્રિલિયનનો આંકડો પાર કર્યો હતો. સપ્ટેમ્બરની સરખામણીમાં વોલ્યુમમાં 10 ટકા અને મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો છે.
NEFT, RTGS ટ્રાન્જેકશન વધુ સચોટ બનાવાશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન ફંડ ટ્રાન્સફરને સુરક્ષિત અને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મોટું પગલું ભર્યું છે. આરબીઆઈએ માહિતી આપી હતી કે 1 એપ્રિલ, 2025 સુધીમાં નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી) અને રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમનો ઉપયોગ કરતી તમામ બેન્કો ગ્રાહકોને બેનિફિશરીના ખાતાના નામની ચકાસણી કરવાની સુવિધા પૂરી પાડશે. ફંડ ટ્રાન્સફરમાં ભૂલો રોકવા અને છેતરપિંડી રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા મુજબ, લાભાર્થીના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડના આધારે લાભાર્થી બેન્કનું સીબીએસ એકાઉન્ટધારકનું નામ પ્રાપ્ત કરવામાં આવશે. આ નામ પૈસા ટ્રાન્સફર કરનાર વ્યક્તિને બતાવવામાં આવશે, જેથી તે પુષ્ટી કરી શકે કે આપેલી માહિતી સાચી છે. જો કોઈ ટેકનિકલ કારણોસર એકાઉન્ટનું નામ પ્રદર્શિત ન થાય તો તે તે મુજબ નિર્ણય લઈ શકશે.
