છેલ્લા અઢી વર્ષથી કોડીનાર નગર પાલિકા માં વહીવટદાર નું શાસન બાદ તાજેતર માં યોજાયેલ કોડીનાર નગરપાલિકા ની ચૂંટણી યોજાય હતી આ ચૂંટણી માં ભાજપે 4 બેઠકો બિન હરીફ જીતી અને પાલિકા ની તમામ 28 બેઠકો કબજે કરી ભગવો લહેરાવ્યો હતો. જોકે છેલ્લા ત્રણ દાયકાથી આ પાલિકા પર ભાજપ નું શાસન છે અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ ચાલે છે અને આજે ફરી એકવાર કોડીનાર નગર પાલિકા ના પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી કોડીનાર નગરપાલિકા ખાતે તમામ સભ્યોની હાજરીમાં ઉના ડેપ્યુટી કલેક્ટર કૌશિક પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં પાલિકા ના પ્રમુખ તરીકે અબીદાખાતુંન અહેસાનહૈદર નકવી અને ઉપપ્રમુખ તરીકે પ્રતાપસિંહ ઉર્ફે શીવાભાઈ હમીરભાઇ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે વિવેકભાઈ મનુભાઈ મેર નું મેન્ડેટ રજૂ થયું હતું. સમગ્ર પ્રક્રિયા દરમ્યાન મેન્ડેન્ટ સામે અન્ય કોઈ ફોર્મ ન ભરતા આ બન્ને ઉમેદવારો બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા.
કોડીનાર નગર પાલિકા માં પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી બાદ કોડીનાર નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ અને હાલના નવાં નિમાયેલા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વહીવટદાર ના અઢી વર્ષના શાસન દરમિયાન શહેર ના વિકાસ ની કામગીરી ઘણી ધીમી પડી છે અને શહેર ની લાઈટ પાણી અને સફાઈ માં પણ કચાસ હોવાથી આગામી સમયમાં અમારી પ્રથમ પ્રાયોરિટી પ્રાથમિક સુવિધા તત્કાલ પૂરી કરવાની કામગીરી ની રહશે. અમે કોડીનારના સર્વાંગી વિકાસ ના અટકેલા તમામ કાર્યો તાત્કાલિક વેગ વંતા બનાવી પૂર્ણ કરીશું.