ટોરેન્ટો યુનિ. દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને કુલ રૂા.250 કરોડની સ્કોલરશીપની ઓફર

કેનેડા સરકાર અને ત્યાંની ટોપ યુનિવર્સિટીઝ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાના માર્ગ વધુ મોકળા કરવામાં આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે શિક્ષણ અને રિસર્ચને પ્રોત્સાહન…

કેનેડા સરકાર અને ત્યાંની ટોપ યુનિવર્સિટીઝ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાના માર્ગ વધુ મોકળા કરવામાં આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે શિક્ષણ અને રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે એક મોટા કરારની જાહેરાત થઈ છે, જેનાથી હજારો ભારતીય વિદ્યાર્થીઓને સીધો લાભ થશે. કેનેડ દ્વારા ભારતમાં ત્રણ નવા હાઇબ્રિડ સ્ટીડ સેન્ટર ખોલવામાં આવશે.

યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોએ ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે આશરે 2.1 કરોડ અમેરિકન ડોલર (આશરે 250 કરોડ રૂૂપિયા)નું ફંડ સુરક્ષિત કર્યું છે. આ યોજના હેઠળ 220 થી વધુ તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ આપવામાં આવશે. સારી વાત એ છે કે, આ સ્કોલરશિપ માત્ર ટોરોન્ટો યુનિવર્સિટી સુધી સીમિત નથી, પરંતુ કેનેડાની વિવિધ સંસ્થાઓમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ સંશોધન ક્ષેત્રે પણ મોટી તકો ઊભી થઈ છે. ભારતીય સંશોધકો માટે 300 ફંડેડ રિસર્ચ પોઝિશન તૈયાર કરવામાં આવી છે. આનાથી ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાના પ્રોફેસરો અને વૈજ્ઞાનિકો સાથે મળીને નવી ટેકનોલોજી અને ઇનોવેશન પર કામ કરી શકશે. ’હાઈબ્રિડ સ્ટડી સેન્ટર્સ’માં વિદ્યાર્થીઓ પોતાના કોર્સની શરૂૂઆત ભારતમાં કરી શકશે અને ત્યાર બાદ બાકીનો અભ્યાસ પૂર્ણ કરવા કેનેડા જઈ શકશે. આ સેન્ટર્સ મુખ્યત્વે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) અને ટેકનોલોજી જેવા આધુનિક વિષયો પર ધ્યાન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *