વેરાવળ નજીક સુખપુર પાસે ટ્રેન માંથી કોઇ અજાણ્યો યુવાન પડી જતા માથાના ભાગે ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજેલ છે. આ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો આપતા રેલવે પોલીસમાં ફરજ બજાવતા પો.હેડ કોન્સ પરેશભાઇ અભેસિંગભાઈ એ જણાવેલ કે, તા.21 ના સુખપુર ગામના ધાર પા વાડી વિસ્તારમાં પ્રતાપભાઇ લખમણભાઇ ઝાલાની વાડીના રહેણાંક મકાન પાસે રેલવે ટ્રેક ની બાજુમાં એક અજાણ્યા પુરુષ ઉ.વ-35 કોઇ પણ ટ્રેનમાંથી પડી જતા માથાના ભાગે તથા ચહેરાના ભાગે ઈજા થવાથી મૃત્યુ નીપજેલ છે. આ અજાણ્યા યુવકે કાળા કલરનો અડધી બાય ના શર્ટ તેમજ કમરથી નીચેના ભાગે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.
તેમજ માથાના ભાગે બે કે ત્રણ ઇંચ કાળા વાળ તથા કાળી દાઢી મૂછ છે તેમજ મૃતદેહના માથાના ભાગે ડાબી બાજુ એક ત્રણેક ઇચનો તથા બીજો આશરે એક ઇચનો તથા ત્રિજો આશરે એક ઇચનો કાપા તથા મોઢુ અડધું ખુલુ તથા હોઠ ઉપર ડાબી બાજુ કાપો છે. જમણા હાથના બાવડા માં શંકર ભગવાનના ચિત્ર ત્રાજવાથી ટેટુ ત્રોફાવી છે તથા પેટના ભાગે ડાબી બાજુ છોલાણાના નિશાન તથા પીઠના ભાગે છોલાણાના નિશાન છે આ અજાણ્યા યુવાનનું વાલીવારસોએ રેલ્વે પોલીસનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.
