રાજકોટ શહેરના શાપર ગામથી રીબડા નજીક ચેકડેમમાં અજાણયા યુવાનની લાશ મળી આવતા શાપર-વેરાવળ પોલીસનો સ્ટાફ તુંરત ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહ બહાર કઢાવ્યો હતો અને મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડામાં આવ્યો હતો
આ ઘટના અંગે શાપર પોલીસ મથકના હેડકોન્સટેબલ એન.એમ.રોજાસરા (મો.નં. 94292 47942) એ જણાવ્યુ હતુ કે, હાલ મૃતકના વાલીવારસની શોધખોળ કરવામા આવી રહી છે. અને મૃતદેહ રાજકોટની સિવિલમાં આવેલા પોસ્ટમોર્ટમમા ખસેડાઇ અને હાલ કોલ્ડ સ્ટેરેજમાં રાખવામા આવી છે. ઉપરોકત તસ્વીરમાં દેખાતા વ્યકિત વિશે કોઇને જાણ થાય તો શાપર-વેરાવળ પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ હતુ.
