સાત દિવસમાં જવાબ આપવા નિર્દેશ: રેગિંગ વિરોધી શપથ સહિતના નિયમોનો ઉલાળ્યો કરતા કાર્યવાહી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને રેગિંગ વિરોધી નિયમોનું પાલન ન કરવા બદલ 18 મેડિકલ કોલેજોને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ 18 કોલેજમાં 2 દિલ્હીની કોલેજ પણ સામેલ છે.UGCએ કોલેજોને રેગિંગ વિરોધી નિયમોનો ઉલ્લેખ કરીને નોટિસ આપી છે. રેગિંગ વિરોધી નિયમો, 2009 મુજબ દરેક વિદ્યાર્થી અને તેમના માતાપિતા અને વાલીઓએ પ્રવેશ સમયે અને દરેક શૈક્ષણિક વર્ષની શરૂૂઆતમાં રેગિંગ વિરોધી બાંયધરી સબમિટ કરવી આવશ્યક છે.
એક અહેવાલ મુજબUGCએ જે 18 ડિફોલ્ટિંગ કોલેજોને નોટિસ ફટકારી છે, તેમાં દિલ્હી, તમિલનાડુ, આસામ અને પુડુચેરીની બે-બે કોલેજોનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ અને બિહારમાં ત્રણ-ત્રણ કોલેજો છે અને મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં એક-એક કોલેજ છે. હવે આ કોલેજોને નોટિસ મળ્યાની તારીખથી 7 દિવસની અંદર લેખિત સમજૂતી સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં ભૂલના કારણો અને પરિસ્થિતિને તાત્કાલિક સુધારવા માટે તેઓ શું પગલાં લેવા માગે છે તેની વિગતો આપવામાં આવી છે.ઞૠઈના સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોલેજોએ રેગિંગના દૂષણને રોકવા માટે એન્ટી-રેગિંગ રેગ્યુલેશન્સ, 2009માં નિર્ધારિત ફરજિયાત આવશ્યકતાઓનું પાલન કર્યું નથી.
ખાસ કરીને અમારા ધ્યાનમાં આવ્યું છે કે સંસ્થાઓએ ઉપરોક્ત નિયમો અનુસાર વિદ્યાર્થીઓ પાસેથી રેગિંગ વિરોધી શપથ લેવામાં નિષ્ફળ રહ્યા. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની કોઈપણ ઘટનાઓને રોકવા અને તેને કાબુમાં લેવા માટે આ પગલું એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપક્રમોને સુરક્ષિત કરવામાં નિષ્ફળતા માત્ર નિયમોનું પાલન ન કરવા સમાન છે, પરંતુ વિદ્યાર્થીઓની સુખાકારી અને સલામતીને પણ જોખમમાં મૂકે છે.
કોલેજોમાં વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલ અને દિલ્હીમાં હમદર્દ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનો સમાવેશ થાય છે. આમાં ઉત્તર પ્રદેશમાં ડો. રામ મનોહર લોહિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, પશ્ચિમ બંગાળમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને તેલંગાણામાં ઓસ્માનિયા મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે.
જ્યારે આસામમાં લખીમપુર મેડિકલ કોલેજ અને નાગાંવ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, બિહારમાં સરકારી મેડિકલ કોલેજ (બેતિયા), કટિહાર મેડિકલ કોલેજ (કટિહાર) અને મધુબની મેડિકલ કોલેજ અને આંધ્રપ્રદેશમાં આંધ્ર મેડિકલ કોલેજ (વિશાખાપટ્ટનમ), ગુંટુર મેડિકલ કોલેજ અને કુર્નૂલ મેડિકલ કોલેજ પણ યાદીમાં છે. અન્ય મેડિકલ કોલેજોમાં બુંદેલખંડ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (મધ્ય પ્રદેશ), પોંડિચેરીમાં ઉંઈંઙખઊછ અને મહાત્મા ગાંધી મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઉપરાંત તમિલનાડુમાં સવેથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે.