જિલ્લામાં 217 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ અને રસ્તાઓ

જામનગર જિલ્લાના નાગરિકો માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો અને બ્રિજના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી…

જામનગર જિલ્લાના નાગરિકો માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો અને બ્રિજના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે અને તેમનો સમય અને નાણાંની બચત થશે.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, આ કામો ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે.

આ કામોમાં જામનગર જિલ્લાના વિવિધ રસ્તાઓને પહોળા કરવાના કામ તથા મેજર તેમજ માઈનોર બ્રિજના કામોનો સમાવેશ થાય છે. આ કામો માટે કુલ રૂૂ. 217 કરોડથી વધુનો ખર્ચ થશે.જામનગર જિલ્લાના નાગરિકોનું આવાગમન સરળ બને તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અવરજવર દરમિયાન સમય અને નાણાંની બચત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાના વિવિધ માર્ગો તથા બ્રિજના કામોને સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી છે.જે કામો ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ગૌસ્વામીએ જણાવ્યું છે.

આ કામોમાં જામનગર જિલ્લાના વિવિધ રસ્તાઓને પહોળા કરવાના કામ તથા મેજર તેમજ માઈનોર બ્રિજના કામોને રૂૂ.217 કરોડથી વધુના ખર્ચે મંજુરી આપવામાં આવી છે.જેમાં રૂૂ.94.40 કરોડના ખર્ચે જામનગર-સમાણા-ફુલનાથ રોડને 10 મીટર પહોળો કરવો, આ રોડનું મજબુતીકરણ કરવું તેમજ સ્ટ્રકચર રીક્ધસ્ટ્રકશન તથા સી.સી.રોડના કામને મંજૂરી આપવામાં આવેલ છે. જ્યારે ધ્રાફા-વાલાસણ-પાનેલી રોડને રૂૂ.23.50 કરોડના ખર્ચે 7 મીટર પહોળો કરવાની તેમજ મજબુતીકરણની કામગીરી, રૂૂ.64.45 કરોડના ખર્ચે ધ્રોલ-કાલાવડ વાયા ડાંગરા-સણોસરા રોડ તેમજ રૂૂ.28.50 કરોડના ખર્ચે સડોદર-મેથાણ-બગથરા-બુટાવદર-માંડાસણ-મોટી પાનેલી રોડને 3.66 મીટરમાંથી 7 મીટર પહોળો કરવાની કામગીરીને મંજૂરી આપવા આવી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રૂૂ.5 કરોડના ખર્ચે અલિયાબાડા વિઝરખી રોડ પર મેજર બ્રિજ તેમજ વાડીનાર એપ્રોચ રોડ પર રૂૂ.1.20 કરોડના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાની કામગીરીને મંજૂરી અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *