બે IAS અધિકારી મોના ખંધાર, મનીષા ચંદ્રાની બદલી, 20ને પ્રમોશન અપાયું

  1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં એક સાથે 59 IASઅધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જ્યારે 5 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યારે આજે 21 ફેબ્રુઆરીના…

 

1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં એક સાથે 59 IASઅધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જ્યારે 5 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યારે આજે 21 ફેબ્રુઆરીના રોજ ફરી રાજ્યમાં વધુ બે IASઅધિકારી મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી છે. જ્યારે એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.

મોના કે. ખંધાર, IASસરકારના અગ્ર સચિવ, પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ (જેઓ સરકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો પણ ધરાવે છે) જેમની બદલી કરવામાં આવી છે. જેઓ હવે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવશે છે. જ્યારે મનીષા ચંદ્રા, IASગ્રામીણ વિકાસ કમિશનર અને સરકારના સચિવ (ગ્રામીણ વિકાસ)ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

20 IASઅધિકારીઓને પ્રમોશન
એચ. જે. પ્રજાપતિ બન્યા પોરબંદર મ્યુનિ. કમિશનર
સી. સી. કોટક બન્યા સ્પીપાના ડે. ડાયરેક્ટર, મહેસાણા
કે. જે. રાઠોડ બન્યા એડિ. જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત
ડો. એસ. જે. જોશી બન્યા INDEXT એક્ઝિ. ડાયરેક્ટર, ગાંધીનગર
વી. આઈ. પટેલ બન્યા સંયુક્ત સચિવ GPSCગાંધીનગર
પી. એ. નિનામા બન્યા ડે. કમિશનર ગ્રામીણ વિકાસ, વડોદરા
કે. પી. જોશી બન્યા ડે. મ્યુ. કમિશનર, વડોદરા મનપા
બી.એમ. પટેલ બન્યા ડાયરેક્ટર DRDA, દાહોદ
કવિતા શાહ બન્યા ને. હેલ્થ મિશનના વહીવટી અધિકારી, ગાંધીનગર
બી. ડી. ડવેરા બન્યા એક્ઝિ. ડાયરેક્ટર GIDC, ગાંધીનગર
એ. જે. ગામીત બન્યા ડે. કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી, વડોદરા
એસ. કે. પટેલ બન્યા એક્ઝિ. ડાયરેક્ટર, ગુજ. કાઉન્સિલ સાયન્સ સિટી, અમદાવાદ-ગાંધીનગર
એન. એફ. ચૌધરી બન્યા RAC, ગાંધીનગર
એચ. પી. પટેલ બન્યા સ્પે. ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી, ગાંધીનગર
જે. કે. જાદવ બન્યા ડાયરેક્ટર, DRDA, નર્મદા
ડી. કે. બ્રહ્મભટ્ટ બન્યા RAC, ગાંધીનગર
એમ. પી. પંડ્યા બન્યા મ્યુ. કમિશનર, ગાંધીધામ
આર. વી. વાળા બન્યા ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, GWSSB
આર. વી. વ્યાસ બન્યા સ્પે. ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી, ગાંધીનગર
એન. ડી. પરમાર બન્યા સંયુક્ત ચૂંટણી અધિકારી, ગાંધીનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *