જૂનાગઢ પાસે ભેસાણ ચોકડી નજીક આવેલ કારના શોરૂૂમના કર્મચારીને ટેસ્ટ ડ્રાઇવનાં બહાને જૂનાગઢ પાસે ભેસાણ ચોકડી નજીક આવેલ કારના શોરૂૂમના કર્મચારીને બેસાડી અને કોલેજના સિક્યુરિટી સાથે ઝઘડો કરી છરી બતાવી 2 શખ્સ 15 લાખની કાર લઈ ગયા હોવાની ફરિયાદ તાલુકા તાલુકા પોલીસ તપાસ હાથ ધરી હતી.
ભેસાણ ચોકડી પાસે માર્શલ ટ્રેડિંગ કંપનીના નામથી આવેલ મહિન્દ્રાના શો રૂૂમમાં બુધવારે સવારે 10 વાગ્યે જુનાગઢનો મહેશ ખોડભાયાએ આવી રૂૂપિયા 15 લાખની કિંમતની જીજે 03 એલઆર 3270 નંબરની કાર સેલ્સમેન અર્પિલ સોઢાને બેસાડી ટેસ્ટ ડ્રાઈવ માટે રાજકોટ રોડ ઉપર લઈ જઈ અને રસ્તામાં બાવનજી નામના શખ્સને સાથે લઈ ભેસાણ રોડ ઉપર પુરઝડપે ચલાવી નોબલ કોલેજ અંદર કાર લઈ જતા સિક્યુરિટીએ રોકતા અર્પિલ સોઢાને છરી બતાવી ધમકી આપી નીચે ઉતારી કાર લઈને જુનાગઢ તરફ નાસી ગયા હતા. આ અંગેની જાણ થતા સેલ્સ મેનેજર આનંદભાઈ મહેશભાઈ ઠાકર વગેરેએ દોલતપરા સુધી પીછો કર્યો હતો પરંતુ ટ્રાફિક ના કારણે બંને શખ્સ કાર સાથે નાસી ગયા હતા. આ ઘટના અંગે સેલ્સ મેનેજર આનંદ ઠાકરએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
રૂૂપિયા 15 લાખની કિંમતની કાર ટેસ્ટ ડ્રાઈવનાં બહાને લઈ જઈ શોરૂૂમના કર્મચારીને ધમકી આપી કાર લઈને 2 શખ્સ નાસી ગયા હોવાની હોવાની ફરિયાદ થતાંની સાથે ઇન્ચાર્જ તાલુકા પીઆઇ ડી. કે. સરવૈયાએ ત્વરિત તપાસ હાથ ધરી આરોપી મહેશ ખોડભાયા અને બાવનજી બાબરિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.