ગોંડલ નજીક રીબડા પાસે સોપાન ઇન્ડસ્ટ્રીઝ ઝોન પાસે નોનવેજના ધંધાર્થી વચ્ચે ધંધાકીય હરીફાઈને કારને દેવીપુજક જુથે યુવાન અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ગોંડલની સુમરા સોસાયટી રહેતા અરમાનભાઇ રજાકભાઇ કૈડાએ નોંધાવેલી ફરિયાદમાં સડકપીપળીયા ગામના મુન્નાભાઇ દેવીપુજક,ગોપી મુન્નાભાઇ દેવીપુજક,પંખુબેન મુન્નાભાઇ દેવીપુજક અને ગોપાલભાઇ મુન્નાભાઇ દેવીપુજકનું નામ આપ્યું છે. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (ઇ.ગ.જ) (2023)ની કલમ 109(1), 351(3), 352, 115(2), 54 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અરમાન મુરઘીનો વેપાર કરતો હોય તે વિસ્તારમાં મુન્નાભાઇ દેવીપુજકે પણ મુરઘીનો ધંધો શરૂૂ કરેલ હોય જેથી તે બાબતે અરમાન અને મુન્નાભાઇ દેવીપુજક અને ગોપાલ સાથે રસ્તામાં મળતા મુરઘીના ઘંઘા બાબતે વાતચીત કરતા મુન્નાભાઇ દેવીપુજક, ગોપી મુન્નાભાઇ દેવીપુજક, પંખુબેન મુન્નાભાઇ દેવીપુજક અને ગોપાલભાઇ મુન્ના ભાઇ દેવીપુજકે પોતાના ઢાળીયા પાસે બોલાવી ઝગડો કરી મુન્નાભાઇ દેવીપુજક, ગોપી મુન્નાભાઇ દેવીપુજક, પંખુબેન મુન્નાભાઇ દેવીપુજક અને ગોપાલભાઇ મુન્નાભાઇ દેવીપુજકે લોખંડનો પાઇપ લઇ આવી અરમાનના માથાના ભાગે મારી નાખવાના ઇરાદે લોખંડના પાઇપ વતી માર મારી જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટના વખતે અરમાનનો મિત્ર અસ્પાકભાઇ ત્યાં સાથે હોય તેની ઉપર પણ હુમલો કરી તેને જમણા પગ પર ઘા મારી મુઢ ઇજા કરી, તમામ આરોપીઓએ અરમાન અને અસ્પાકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત બન્ને મિત્રોને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ મામલે પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી મુન્નાભાઇ દેવીપુજક,ગોપી મુન્નાભાઇ દેવીપુજક,પંખુબેન મુન્નાભાઇ દેવીપુજક અને ગોપાલભાઇ મુન્નાભાઇ દેવીપુજકની શોધખોળ શરુ કરી છે.
