મણિપુરની બે ખૂંખાર પ્રાદેશિક આતંકવાદી મહિલાઓની ધરપકડ

સુરક્ષા દળોએ મણિપુરમાં ખંડણીમાં કથિત સંડોવણી બદલ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલી બે મહિલા આતંકવાદીઓની ધરપકડ કરી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસના એક…

સુરક્ષા દળોએ મણિપુરમાં ખંડણીમાં કથિત સંડોવણી બદલ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલી બે મહિલા આતંકવાદીઓની ધરપકડ કરી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસના એક નિવેદનમાં જણાવાયું છે કે રવિવારે ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વ જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (કોઇરેંગ) સંગઠનના બળવાખોર, ઓગણત્રીસ વર્ષીય સનાસમ ઓંગબી અને સંતીકુમારી દેવીને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોક ઇંગખોલ વિસ્તારમાંથી પકડવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી આ બન્ને સ્ત્રીઓ મણિપુર અને આસામ બન્ને રાજ્યોની પોલીસ દ્વારા વોન્ટેડ હતી. મણિપુરમાં ખૈતેઈ અને કુકી સંગઠનો વચ્ચેની પાછલી સશસ્ત્ર લડાઈમાં આ મહિલાઓએ બન્ને સંગઠનોને શસ્ત્રો વેચવાનું કામ કર્યુ હતું. જે પોલીસ દફતરે નોંધાયેલું છે. આતંકવાદ વિરોધી ધારાની કલમો હેઠળ બન્ને મહિલાઓને આજે અદાલત સમક્ષ રજુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *