બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડ દ્વારા ઘઉંની ખરીદી શરૂૂ છે ત્યારે સાથે સાથે એક મંડળી દ્વારા તુવેરની ખરીદી પણ યાર્ડની અંદર જ દબાણપૂર્વક જરૂૂર રાખવામાં આવેલ હતી આ બાબતે મળેલી સંકલન બેઠકમાં બંને વચ્ચે તું તું મેં મેં થતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
મળેલ વિગત મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ખરીદી શરૂૂ કરવામાં આવેલી છે જેની સાથે સાથે ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી એ તુવેરની ખરીદી પણ શરૂૂ કરી દીધી હતી યાર્ડ દ્વારા તેમને અન્ય સ્થળ પર ખરીદી કરવા પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હોવા છતાં દાદાગીરીથી માર્કેટિંગ યાર્ડની અંદર જ તુવેરની ખરીદી શરૂૂ કરી દીધી હતી. તુવેરની ખરીદી પૂર્ણ થવામાં છે ત્યારે હવે મંડળી દ્વારા અન્ય કોઈ ખરીદી યાર્ડમાં કરવામાં ન આવે તેના માટે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરંતુ મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા દ્વારા ચણાની ખરીદી અહીં થશે એવી ધમકી આપવામાં આવતા આ બેઠકમાં યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરીયા તથા ઉપસ્થિત સદસ્યો સાથે તેમને તું તું મે મે થઈ ગઈ હતી, તેમજ આ યાર્ડ ખેડૂતો માટે છે એટલે ખરીદી અહીં થશે તેવું જણાવી દીધું હતું. હવે યાર્ડ મંડળીની ધમકીમાં આવી ચણાની ખરીદી શરૂૂ રાખવા દે છે કે પોતાની જગ્યા પોતાને ઉપયોગમાં લઈ શકાય તે માટે વ્યવસ્થા જાળવે છે તે જોવાનું રહેશે. બંને ખેડૂતો માટે કામ કરતી સંસ્થા વચ્ચે થયેલ માથાકૂટને કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
