સુરતમાં બે નકલી ડોકટર-બૂટલેગરે હોસ્પિટલ શરૂ કરી દીધી

આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ પણ છાપ્યું, ભાંડો ફૂટતા તંત્રએ માર્યુ સીલ ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના…

આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ પણ છાપ્યું, ભાંડો ફૂટતા તંત્રએ માર્યુ સીલ



ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલા છાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે. આ બોગસ ડોક્ટરોને જાણ તંત્રનો કોઈ ડર કે ધાક ન રહ્યો હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે હોસ્પિટલ જ શરૂૂ કરી દીધી હતી, જો કે ભાંડો ફૂટતા તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે.


\ઝોલા છાપ તબીબોએ પાડેસરમાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. જેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું. દર્દીઓને લૂંટવા માટે શરૂૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે.


આ હોસ્પિટલ શરૂૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજો સામે દારૂૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે.એસઓજી દ્વારા બબલુ શુકલા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી. બોગસ ડો.જી.પી.મિશ્રા સામે તો વર્ષ 2022 માં દારૂૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.


ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂૂઆત કરવામાં આવી છે જેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂૂ કરી દે છે.

સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા ખઉ ડોક્ટર્સની નજર હેઠળ અહીં છખઘ તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે.ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને ખઉ ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા છખઘના નિવેદન પરથી ફરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *