રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ જોડાશે

મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર…

મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ટ્રેન સંખ્યા 59421 રાજકોટવેરાવળ લોકલમાં તારીખ 02.06.2026 થી 01.08.2026 સુધી 02 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

ટ્રેન સંખ્યા 59422 વેરાવળરાજકોટ લોકલમાં તારીખ 03.06.2026 થી 02.08.2026 સુધી 02 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. આ વ્યવસ્થાના પરિણામે હવે આ ટ્રેનોમાં 9 જનરલ કોચના સ્થાને કુલ 11 જનરલ કોચ ઉપલબ્ધ રહેશે, જેનાથી મુસાફરોને વધારાની સુવિધા અને વધુ મુસાફરી ક્ષમતા મળશે. મુસાફરોને વિગતવાર માહિતી માટે કૃપા કરીનેwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *