ટ્રમ્પના પુત્રી ટિફની અને જમાઇ માઈકલ બુલોસે વિશ્વ વિખ્યાત અક્ષરધામ મંદિરે દર્શન કર્યા

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. 29 મે, 2026ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વ…

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. 29 મે, 2026ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.

નિકટના મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન આ દંપતીએ વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા ભારતીય પરંપરાગત કળાને નિહાળ્યા હતા. તેઓએ જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી હતી તેમજ સાંસ્કૃતિક બોટ-રાઈડનો અનુભવ પણ લીધો હતો. મુલાકાત બાદ ટિફની ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર પણ અક્ષરધામની આ અનુભૂતિને અવિસ્મરણીય ગણાવી હતી અને આ સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરના દર્શન પ્રત્યે ઊંડો અહોભાવ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *