ટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગ

સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો, સોના-ચાંદીમાં ઉંધી ચાલ યથાવત ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી સ્થળો પર પાંચ દિવસ સુધી અમેરિકા હુમલા નહીં કરે તેવી જાહેરાત બાદ…

સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો, સોના-ચાંદીમાં ઉંધી ચાલ યથાવત

ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી સ્થળો પર પાંચ દિવસ સુધી અમેરિકા હુમલા નહીં કરે તેવી જાહેરાત બાદ વિશ્ર્વભરના શેરબજારમાં તેજી જોવા મળ્યા બાદ આજે ભારતીય માર્કેેટમાં પણ સેન્સેકસમાં 1500 અંકના ઉછાળા સાથે શેર બજારની શરૂઆત થઈ હતી. નિફટી ઉપરાંત મીડકેપ નિફટીના શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે.

છેલ્લા ઘણા દિવસથી ભારતનું શેર બજાર ધરાશયી થઈ રહ્યું હતું પરંતજ ટ્રમ્પના એક બયાન બાદ અમેરિકા ઉપરાંત યુરોપના તમામ દેશોના શેર બજારમાં 1 થી 3 ટકા નો ઉછાળો જોવા મળ્યો હતો. જાપાનના સ્ટોક એકસચેંજમાં પણ તેજી જોવા મળી રહી છે. ભારતની માર્કેટની વાત કરીએ તો આજે સેન્સેકસ 1500 પોઈન્ટ ઉપર ખુલ્યો હતો જો કે શરૂઆતમાં જ થોડુ પ્રોફીટ બુકીંગ જોવા મળતાં સેન્સેકસમાં 700 પોઈન્ટનું કરેકશન પણ આવ્યું હતું.

હાલ સેન્સેકસ 1010 પોઈન્ટના વધારા સાથે 73670 પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફટી હાલ 320 પોઈન્ટ વધીને હાલ 22825 પર જોવા મળી રહી છે. બેંક નિફટીમાં હાલ 980 પોઈન્ટ અને મીડકેપ નિફટી 1050 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. આજે કુલ 2300 શેરમાં ખરીદી જોવા મળી છે. જ્યારે માત્ર 180 શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યાં છે. આજે ઓટો, સરકારી બેંકો તેમજ પ્રાઈવેટ બેંકમાં પણ તેજી જોવા મળી રહી છે.
જો કે ગઈકાલે સોના-ચાંદીમાં મોટા કડાકા જોવા મળ્યા બાદ ગઈકાલે સાંજે થોડી રીકવરી જોવા મળી હતી. પરંતુ આજે સવારે સોના-ચાંદી માર્કેટમાં ફરી મંદી જોવા મળી હતી. સોનામાં આજે રૂા.2500 અને ચાંદીમાં રૂા.9000નો ઘટાડો જોવા મળ્યો હતો.

હાલ વાયદા બજારમાં ચાંદી 216440 પર જોવા મળી રહી છે. જ્યારે રાજકોટની હાજર બજારમાં 226000 પર જોવા મળી રહ્યો છે. સોનાની વાત કરી એ તો રાજકોટમાં હજર ભાવ 142890 પર જોવા મળી રહ્યો છે. ગઈકાલે ડોલરે 94ની સપાટી ક્રોસ કરી હતી. તેમાં આજે રૂપિયો થોડો સુધર્યા હતાં અને હાલ 93.74 નો ભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે બ્રેન્ટ ક્રુડનો ભાવ 100.15 ડોલર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *