પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો દ્વારા નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવતા વિવિધ રાજ્યોના ટેબ્લોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થામેળવીને હેટ્રીક સર્જી છે. ગુજરાતના ટેબ્લોને 2023, 2024 અને 2025 એમ સતત ત્રણ વર્ષ દરમિયાન મળેલી વિજેતા ટ્રોફી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. સમગ્ર મંત્રી મંડળે ગુજરાતની આ ગૌરવ સિદ્ધિને વધાવતાં અભિનંદન પાઠવ્યા હતા.