આજે ઓખા જતી-આવતી ટ્રેનો આંશિક રીતે રદ અને મોડી દોડશે
રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દ્વારકા અને ભીમરાણા સ્ટેશનો વચ્ચે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પુલિયા નિર્માણ કાર્ય અંતર્ગત આર.સી.સી. બોક્સ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ આધારભૂત સુવિધા સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના મુજબ, આ બ્લોકને કારણે 1) ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ, જે 17 જૂન, 2026ના રોજ ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાન કરશે, તેને દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન દ્વારકા અને ઓખા સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2) ટ્રેન નંબર 19210 ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ, જે 18 જૂન, 2026ના રોજ દ્વારકા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન ઓખા અને દ્વારકા સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 3) ટ્રેન નંબર 19252 ઓખાવેરાવળ એક્સપ્રેસ, જે 18 જૂન, 2026ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડેથી રવાના થશે. ટ્રેનો પ્રભાવિત થશે. પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી પહેલાં ટ્રેનોના સમયપત્રક તથા સંચાલન સંબંધિત નવીનતમ માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટwww.enquiry. indianrail.gov.in અથવા NTES મારફતે અવશ્ય મેળવી લે.
