વેરાવળ થી સોમનાથ સુધી સાત કિમીની પદયાત્રા જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી એસો. મંડળના વેપારીઓએ કરી હતી. સોમનાથ પહોંચીને મેઘરાજા મન મૂકીને વ્હાલ વરસાવે તેવી પ્રાર્થના મહાદેવને સમક્ષ કરી હતી. વેપારીઓની પદયાત્રાનું રસ્તામાં ઠેર-ઠેર જુદી જુદી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.
ચાલુ વર્ષે વેરાવળ સોમનાથ સહિત સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હોય અને વરસાદની તાતી જરૂૂરિયાત હોવાથી મેઘરાજાને મનાવવા માટે વેરાવળ જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી એસો.ના પ્રમુખ અશોકભાઇ ગદા, ઉપપ્રમુખ ચંદુભાઈ લખાણી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ આજે સાંજે વખારિયા બજારમાં આવેલ સુરજ કુંડ મંદિર ચોકમાં એકઠા થઇ વેરાવળ થી સોમનાથ સુધીની પદયાત્રા શરૂૂ કરેલ હતી. આ પદયાત્રામાં જોડાયેલા વેપારી, મિત્રો સહીતના ડી.જે ના તાલે, આનંદ, ઉલ્લાસ સાથે રામ ધુન, ભજન કીર્તન બોલાવતા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. પદયાત્રામાં સામેલ તમામ વેપારીઓ સામુહિક રીતે સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી મેઘરાજા મન મૂકીને વરસે તે માટે પ્રાર્થના કરી હતી. આ પદયાત્રામાં જોડાયેલા વેપારીઓ સહિત નાનું રસ્તામાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવેલ હતુ.
