લખનૌ, કોલકાતામાં ડિરેકટરોની પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે લખનૌમાં સહારા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઊઉના અધિકારીઓ સહારા ગ્રુપના ડિરેક્ટરોની પૂછપરછ કરી રહ્યા છે. દિલ્હીમાં પણ ગઈ કાલે ઊઉએ સહારા ગ્રુપ સાથે સંકળાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય કોલકાતામાં પણ ચિટફંડ સંબંધિત એક કેસમાં દરોડા પાડવાની માહિતી મળી છે.
EDની ટીમે લખનઉના કપૂરથલા સ્થિત સહારા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા છે. ઊઉની પશ્ચિમ બંગાળ યુનિટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કંપનીના બે ડિરેક્ટરોની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ઓફિસમાં આવવા-જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સહારા ઈન્ડિયાએ ઈન્ડિયા કોઓપરેટિવ સોસાયટીમાં 25,000 કરોડ રૂૂપિયા જમા કરાવવાનો દાવો કર્યો હતો, જેનું હેડક્વાર્ટર કોલકાતામાં છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેણે ચિટ ફંડ સ્કીમ દ્વારા રોકાણકારો પાસેથી આ રકમ એકત્ર કરી છે.