કાલે નાગપાંચમ; વ્રત કરનારને કાલ સર્પયોગ, પિતૃદોષમાંથી મળશે રાહત

શ્રાવણ વદ ચોથને મંગળવારના દિવસે નાગ પાંચમ છે. મંગળવારે સવારના 7.41 સુધી ચોથ તિથિ છે ત્યારબાદ પાંચમ તિથિ છે જે બુધવારે સવારના 6.11 કલાકે સૂર્ય…

શ્રાવણ વદ ચોથને મંગળવારના દિવસે નાગ પાંચમ છે. મંગળવારે સવારના 7.41 સુધી ચોથ તિથિ છે ત્યારબાદ પાંચમ તિથિ છે જે બુધવારે સવારના 6.11 કલાકે સૂર્ય ઉદય પહેલા પૂરી થઈ જશે આમ પાંચમ તિથિનો ક્ષય છે આથી નિયમ પ્રમાણે મંગળવારે સવારના 7.41 થી નાગ પાંચમની શરૂૂઆત થશે મંગળવારે આખો દિવસ અને રાત્રી નાગ પાચમ ગણાશે ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો વ્રતો અને સંસ્કારો સાથે ખાસ સંબંધ છે. વેદોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન આર્ય પ્રજા પણ વ્રતો અને ઉપાસના કરતાં અને દરેક પશુ પક્ષીની પુજા કરતા આથી સુખી હતા આને કારણે જ આપણી ભારતીય સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ કહેવાય છે. મહાદેવજી પણ પશુઓને આદર આપતા આથી પશુપતિનાથ કહેવાયા છે. મહાદેવજી એ સર્પને ધારણ કરેલ છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહેલું છે નાગો માં હું વાસુકી નાગ છું. સમુદ્ર મંથન વખતે નાગે સાધનરૂૂપ બની પ્રભુકાર્યમાં અને લોકહિતનાં કાર્યમાં મદદરૂૂપ બની અને સમુદ્ર માથી અમૃત મેળવામાં ભગવાન અને દેવોને વાસુકી નાગ મદદરૂૂપ બનેલ. ભગવાન વિષ્ણુ પણ સમુદ્રમાં શેષ શયન કરે છે.

નાગ પાંચમ ના દિવસે સવાર નાં વહેલા ઉઠી નિત્યકર્મ કર્મ કરી ઘરનાં પાણીઆરે અથવા મંદિરે દીવો કરી બાજરાની કુલેર, નાળીયેર, તલવટ સાથે પલાળેલા મગ, મઠ, કઠોળનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણુ કરવું. પૂજન કરતી વખતે નવ કુલ નાગદેવતા ના નવ નામો બોલવા (1) અનંત, (2)વાસુકી, (3)શેસ (4)પદ્મનાભ, (5)કમ્બલ, (6)શંખપાલ, (7)ધૃતરાષ્ટ્ર, (8)તક્ષક, (9) કાલિય બોલાવા. સાંજે નાગપાંચમ ની વાર્તા સાંભળવી. નાગપાંચમ ના દિવસે જે કોઈ લોકો ને જન્મકુંડળીમાં નાગદોષ, કાલ સર્પયોગ પિતૃદોષ હોય તો નાગપંચમીનું વ્રત રહેવાથી અને પૂજન કરવાથી રાહત મળે છે. જે લોકોને ભયાનક સપના આવતાં હોય તો તે દૂર કરવા માટે નાગપંચમીનું વ્રત કરવાથી રાહત મળે છે. જન્મકુંડળીમાં રાહુ નબળો હોય પાંચમાં સ્થાનમાં હોય તો પણ નાગપંચમીનાં દિવસે વ્રત રહેવું અને સાથે મહાદેવજીને શિવલિંગ ઉપર જળ અને કાળા તલ ચડાવવા મહાદેવજીની પૂજા જરૂૂર કરવી.
(સંકલન શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *