પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂા.20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ…

કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાન. સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ, 2026ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી. વધુમાં, તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ અમદાવાદ (NH 48), સુરત દહીંસર અને અમદાવાદ રાજકોટ જેતપુર રૂૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પૃચ્છ. કરી હતી. આ ઉપરાંત, નથવાણી ભરૂૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે સહિત ગુજરાતના મુખ્ય હાઇવે રૂૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ જાણવા માંગતા હતા.

NH-48ના વાપી-સુરત અને સુરત-ભરૂૂચન. સ્ટ્રેચ વિશે માહિતી આપતા, મંત્રીએ જણાવ્યું હતું કે, સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

ગડકરીએ એ પણ માહિતી આપી હતી કે ગઇં-27ના રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધને દ્વારા અ. કામ કરવામાં પ.વી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *