માનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુ

દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે બીમાર હોય, આ બાબતે કંટાળીને તેમણે પોતાના…

દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે બીમાર હોય, આ બાબતે કંટાળીને તેમણે પોતાના ઘરે પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

સાની નદીમાં ડૂબી જવાથી પીંડારાના પ્રૌઢનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે રહેતા દેવાભાઈ કરણાભાઈ માડમ નામના 55 વર્ષના પ્રૌઢ ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે તેમ રહેતા તેમના સાઢુભાઈના ઘરે આવ્યા હતા. ત્યાં કોઈ અગમ્ય કારણોસર સાની નદીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભાયાભાઈ દેવાભાઈ માડમ (ઉ.વ. 25) એ ખંભાળિયા પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *