ટાઇગર ધૂમ-3ના ડિરેક્ટર સાથે એકશન ફિલ્મ કરશે

ટાઈગર શ્રોફ હાલના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ ધૂમ 3 ફિલ્મથી જાણીતા ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય સાથે એક એક્શન ફિલ્મ માટે જોડાશે એવા અહેવાલો છે. આ…

ટાઈગર શ્રોફ હાલના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ ધૂમ 3 ફિલ્મથી જાણીતા ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય સાથે એક એક્શન ફિલ્મ માટે જોડાશે એવા અહેવાલો છે. આ એક મોટા સ્કેલની એક્શન એન્ટરટેઇનર ફિલ્મ હશે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં છે અને ઑગસ્ટ 2026થી શૂટિંગ શરૂૂ થવાની યોજના છે.

ટાઈગર હાલમાં જોરદાર ફોર્મમાં છે અને વિવિધ જોનરની ઘણી ફિલ્મ સાઇન કરી રહ્યો છે. વિજય કૃષ્ણ આચાર્ય સાથેની આ ફિલ્મ સંપૂર્ણ એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મ માટે એક્શન ખૂબ જ સ્ટાઇલિશ રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે, મોટા સ્તરે બનાવવામાં આવી રહી છે અને ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય ન જોવાયેલી હોય એવી એક્શન ફિલ્મ હશે.’

આ ફિલ્મ વિનોદ ભાનુશાલી અને ટોની ડી’સૂઝા પ્રોડ્યુસ કરશે અને 2027માં ભવ્ય થિયેટ્રિકલ રિલીઝ કરવાની યોજના છે. હાલમાં, ટાઈગર પ્રોડ્યુસર મુરાદ ખેતાંનીની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જેનું ડિરેક્શન સચિન રવિ કરે છે. જેવી ટાઈગર પોતાની હાલની એક્શન ફિલ્મ પૂરી કરશે, પછી તે સીધો જ વિજય સાથેની આ ફિલ્મમાં જોડાઈ જશે. આ તેના માટે આગામી મોટી મહત્વની ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *