ફૂટબોલના મેદાનમાં કમાલ બતાવશે ટાઈગર શ્રોફ

ડૂરંડ કપમાં મળી એન્ટ્રી બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પોતાના દમપર ડાન્સ અને એક્શન માટે જાણીતો છે. પરંતુ હવે તે એક્ટિંગ સિવાય ટાઈગર ફુટબોલની ફીલ્ડમાં પોતાની…

ડૂરંડ કપમાં મળી એન્ટ્રી

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પોતાના દમપર ડાન્સ અને એક્શન માટે જાણીતો છે. પરંતુ હવે તે એક્ટિંગ સિવાય ટાઈગર ફુટબોલની ફીલ્ડમાં પોતાની તાકાત દેખાડતો જોવા મળશે. ટાઈગર ટુંક સમયમાં પ્રોફેશનલ ફુટબોલમાં પોતાનું ડેબ્યુ કરી શકે છે. રિપોર્ટ મુજબ તે ડૂરંડ કપની 135મી સીઝન માટે મુંબઈ એફસીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટાઈગર છેલ્લા કેટલાક સમયથી ટીમની સાથે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ક્લબના છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચમાં મેદાન પર ઉતરી શકે છે.

ડૂરંડ કપ એશિયાની સૌથી જુની અને દુનિયાની ત્રીજા નંબરની ફુટબોલ ટૂર્નામેન્ટ માનવામાં આવે છે. જેની શરુઆત 1888માં શિમલાના સર મોર્ટિમર ડૂરંડે કરી હતી. હાલમાં આ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન સુપર લીગ, આઈલીગ અને ભારતીય સશસ્ત્ર બળની ટીમો ભાગ લે છે. ટાઈગર શ્રોફે વર્ષ 2024માં મુંબઈ એફસીની શરુઆત કરી હતી. આજે પણ આ ક્લબનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓછા સમયમાં કલબે શાનદાર પ્રદર્શન કરી મહારાષ્ટ્ર સ્ટેટ ક્લબ લીગનો પહેલો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ગત્ત સીઝન આઈ-લીગ 3માં ત્રીજું સ્થાન મેળવ્યું હતુ. જેના માટે ટીમે પહેલી વખત ડૂરંડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *