આર્જેન્ટિનામાં ત્રણ યુવતીઓની આંગળી કાપી, નખ ખેંચ્યા પછી હત્યા: ઇન્સ્ટા પર લાઇવ પ્રસારણ

આર્જેન્ટિનામાં એક ડ્રગ ગેંગે ત્રણ યુવતીની ક્રૂરતાથી હત્યા કરી અને આખી ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર કશદય બતાવી. આ ઘટના 19 સપ્ટેમ્બરના રોજ બની હતી. હવે વિરોધ…

આર્જેન્ટિનામાં એક ડ્રગ ગેંગે ત્રણ યુવતીની ક્રૂરતાથી હત્યા કરી અને આખી ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર કશદય બતાવી. આ ઘટના 19 સપ્ટેમ્બરના રોજ બની હતી. હવે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. હત્યા કરતા પહેલા, ગેંગના સભ્યોએ યુવતીઓને ખૂબ માર માર્યો, તેમની આંગળીઓ કાપી નાખી, તેમના નખ ખેંચી લીધા. બાદમાં ગળું દબાવીને હત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયને પાર્ટીમાં બોલાવવાના બહાને વાનમાં લલચાવીને લઈ જવામાં આવ્યા હતા અને ગેંગના નિયમો તોડવા બદલ સજા તરીકે તેમની હત્યા કરવામાં આવી હતી. વીડિયોમાં ગેંગ લીડર કહેતો સાંભળાય છે, મૃતક યુવતીઓમાં બે પિતરાઈ બહેનો હતી, મોરેના વર્ડી અને બ્રેન્ડા ડેલ કાસ્ટિલો (20-20 વર્ષ), અને 15 વર્ષની લારા ગુટીરેઝ હતી. યુવતીની હત્યાના વિરોધમાં આર્જેન્ટિનામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રાઈવેટ એકાઉન્ટથી લાઈવ, 45 લોકો જોઈ રહ્યા હતા. પોલીસ અધિકારીઓનો આરોપ છે કે આ વીડિયો એક પ્રાઈવેટ એકાઉન્ટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, જેમાં 45 લોકો જોઈ રહ્યા હતા.

આ દરમિયાન, ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની, મેટાએ કહ્યું કે તેને તેના પ્લેટફોર્મ પર આવા લાઈવસ્ટ્રીમના કોઈ પુરાવા મળ્યા નથી. શનિવારે હજારો લોકો યુવતીઓની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. પીડિતોના પરિવારોએ લારા, બ્રેન્ડા, મોરેનાસ્ત્રસ્ત્ર લખેલા બેનરો અને તેમના ફોટાવાળા પોસ્ટરો લઈને સંસદ તરફ કૂચ કરી હતી. બ્રેન્ડાના પિતા, લિયોનેલ ડેલ કાસ્ટિલોએ કહ્યું કે યુવતીની સલામતી હવે પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તેમની પુત્રીનો મૃતદેહ ઓળખની સ્થિતિમાં ન હતો. બ્રેન્ડાના દાદા, એન્ટોનિયો ડેલ કાસ્ટિલોએ હત્યારાઓને ખુની જાનવરો કહ્યા.

આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં ત્રણ પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. બોલિવિયાના સરહદી શહેર વિલાઝોનમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કાર દ્વારા લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *