મોરબીના ખારચીયા ગામે આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક પરિવારની 3 વર્ષની માસુમ બાળકી રમતા રમતા કારખાનામા પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાય હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીનુ મોત નીપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના ખારચીયા ગામે આવેલા સેવન પમ્પ સિરામીક નામના કારખાનામા કામ કરતા શ્રમીક પરિવારની રિતીકાબેન અલ્કેશભાઇ રાવત નામની 3 વર્ષની માસુમ બાળકી બે દિવસ પુર્વે સાંજના અરસામા કારખાનાના પહેલા માળે રમતી હતી ત્યારે અકસ્માતે નીચે પટકાય હતી.
માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી જયા તેની સારવાર કારગત નિવડે તે પુર્વે જ મોત નીપજતા શ્રમીક પરિવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકીનો પરિવાર મુળ ઉતરપ્રદેશનો વતની છે અને મૃતક બાળકી એકના એક ભાઇની એકની એક બહેન હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.