ક્રોસ વોટિંગ કરવા બદલ ઓરિસ્સા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સસ્પેન્ડ

ઓડિશામાં રાજ્યસભા ચૂંટણી પછી એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં, કોંગ્રેસ પાર્ટીએ આજે તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી વ્હિપનો ભંગ કરવા અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવારની તરફેણમાં ક્રોસ…

ઓડિશામાં રાજ્યસભા ચૂંટણી પછી એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં, કોંગ્રેસ પાર્ટીએ આજે તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી વ્હિપનો ભંગ કરવા અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ કરવા બદલ સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો રમેશ જેના, દશરથી ગમાંગ અને સોફિયા ફિરદોસ છે.

ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યમાં સોમવારની રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના મતદાન એજન્ટ ભક્ત ચરણ દાસે જણાવ્યું હતું કે ત્રણ ધારાસભ્યોએ પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટિંગ કર્યું હતું.
દાસે કહ્યું કે તેમણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિને ત્રણ ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી, જેના કારણે ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને ચોથી રાજ્યસભા બેઠક સુરક્ષિત કરવામાં મદદ મળી. રેએ સ્પર્ધામાં બીજેડી-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર ડો. દત્તેશ્વર હોતાને હરાવ્યા.

કોંગ્રેસ ભવનમાં એક પત્રકાર પરિષદમાં શિસ્તભંગની કાર્યવાહીની જાહેરાત કરતા, પાર્ટીની શિસ્ત સમિતિના અધ્યક્ષ સુજીત કુમાર પાધી અને મીડિયા સેલના અધ્યક્ષ અરબિંદ દાસે જણાવ્યું હતું કે સોમવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ત્રણેય ધારાસભ્યોએ પક્ષની શિસ્તનો ભંગ કર્યો હતો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા.

કોંગ્રેસ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું હતું કે આવી શિસ્તભંગ સહન કરવામાં આવશે નહીં અને તેથી પાર્ટીએ ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. પાધીએ એમ પણ કહ્યું હતું કે ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ સુરમા પાધીને સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવા વિનંતી કરશે. તેમણે ઉમેર્યું હતું કે અઈંઈઈ તરફથી વિગતવાર સમીક્ષા અને યોગ્ય નિર્દેશો પછી ધારાસભ્યો સામે વધુ કાર્યવાહી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *