Site icon Gujarat Mirror

રાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ, સુરત, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગોધરા અને વડોદરામાં પોસ્ટઓફિસ, પાસપોર્ટ ઓફિસ, પારૂલ યુનિવર્સિટી, રાજકોટની ફેમિલી કોર્ટને ધમકી મળતા પોલીસ ધંધે લાગી

રાજકોટ સહીત ગુજરાતની એક ડઝન જેટલી સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળતા આ ધમકી ભર્યા ઇ-મેઇલ મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી છે. રાજકોટ, જૂનાગઢ,મોરબી,સુરત, ભાવનગર,ગોધરા અને વડોદરાની પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને પારુલ યુનિવર્સિટીઓની બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી હતી.જેને પગલે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ધમકી ભર્યા ઇ-મેઇલમાં રાજકોટની પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ,ભાવનગર- પાસપોર્ટ ઓફિસ,જુનાગઢ- પોસ્ટ ઓફિસ,મોરબી- પોસ્ટ ઓફિસ,સુરત- પાસપોર્ટ- પોસ્ટ ઓફિસ,વડોદરા- પારૂૂલ યુનિવર્સીટી,ગોધરા- પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીના પગલે બોમ્બ-ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સરકારી કચેરી અને યુનિવર્સીટીને ખાલી કરાવવા માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકોને બહાર કાઢી, ચેકિંગ પ્રક્રિયા શરૂૂ કરી છે. બોમ્બ-ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સંકુલને ખાલી કરાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટની ફેમીલી કોર્ટમાં પણ સવારે બોમ્બ સ્કોડ દ્વારા સલામતીના ભાગરૂૂપે ચેકિંગ કર્યું હતું.

આ ઘટના અંગે રાજકોટના એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલરૂૂમને 12 વાગ્યે જાણ કરવામાં આવી હતી કે, રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. 12.15 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે માટે તાત્કાલિક રાજકોટ એ ડિવિઝન પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજીની અલગ અલગ ટિમો દ્વારા બન્ને કચેરી ખાતે પહોંચી ઓફિસમાં રહેલા અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકોને ઓફિસમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે.

બન્ને કચેરીની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ નહિ મળે તો બાદમાં બધાને પરત ઓફિસમાં પ્રવેશ આપવામાં આવશે અને ધમકીભર્યા ઇમેઇલ મારફત તપાસ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવશે. જૂનાગઢ ગાંધીગ્રામ ખાતે આવેલી પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે.ધમકી ભરેલા ઈ-મેઈલમાં સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બની ધમકી મળી, જેના કારણે સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. પાસપોર્ટ ઓફિસના સત્તાવાર આઈડી પર વહેલી સવારે આ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો, જેમાં ઓફિસને વિસ્ફોટકોથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મેઈલ મળતાની સાથે જ સુરક્ષાના ભાગરૂૂપે કચેરીના તમામ કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું.

Exit mobile version