Site icon Gujarat Mirror

ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયા બાદ 21 વર્ષની યુવતી રાજકોટ પંથકના સગીરને ભગાડી ગઈ!

સુરત રેલવે સ્ટેશનેથી બંન્નેને શોધી કાઢ્યા, બંન્ને જીવવા મરવાની કસમ ખાઈ સાથે ભાગી ગયા હતાં

એક 21 વર્ષની યુવતી રાજકોટ પંથકના 17 વર્ષના સગીરને ભગાડી સુરત લાવી હતી પણ સુરત રેલવે પોલીસની સતર્કતાને કારણે સકંજામાં આવી ગઇ હતી રેલવે પીઆઇ જે બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ મહિલા અજઈં નેહાબેન અને પોલીસમેન રાકેશભાઇ દ્વારા વીરપુર પોલીસને જાણ કરી એ સગીર પરિવારને સોંપી દેવાયો હતો ઉલટી ગંગા જેવો કિસ્સો ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વાયરલ બન્યો છે, મુખ્ય પોલીસ વડા ડો કે. એલ.એન.રાવ દ્વાર ગુજરાતભરના રેલવે મથકો પર 24/7 એલર્ટ રહેવા આપેલ આદેશનું સુંદર પરિણામ મળ્યું છે.

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે”, પણ જ્યારે આ પ્રેમ કાયદાની મર્યાદા ઓળંગે ત્યારે પોલીસની ત્રીજી આંખ તેને શોધી જ કાઢે છે. રાજકોટના વિરપુરથી અપહરણ થયેલા એક 17 વર્ષીય સગીર અને તેની 21 વર્ષીય પ્રેમિકાને સુરત રેલવે પોલીસની શી-ટીમ દ્વારા સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી અને રાજકોટના 17 વર્ષીય સગીર વચ્ચે દોઢ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. આ મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી હતી. બંનેએ સાથે જીવવા-મરવાના કસમ ખાઈ ગત તા. 6 માર્ચના રોજ ઘરેથી ભાગી છૂટ્યા હતા અને સુરત રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા.

સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ વુમન એ.એસ.આઈ. મનિષા મધુકર અને તેમની શી-ટીમ પ્લેટફોર્મ નં-1 પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જનરલ વેઇટિંગ રૂૂમમાં એક યુવતી અને સગીર ગભરાયેલી હાલતમાં બેઠેલા જણાતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું કે સગીર ગુમ થતા તેના પરિવારે વિરપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગનો નોંધાવ્યો હતો.

Exit mobile version