ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. ઓમ…

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન અને મતગણતરી પ્રક્રિયાના સુચારુ આયોજનના ભાગરૂૂપે વોર્ડ અનુસાર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. પ્રત્યેક કેન્દ્ર પર જ ઈવીએમની ફાળવણી, પરત સ્વીકારવાની પ્રક્રિયા અને મતગણતરી હાથ ધરવામાં આવશે.

વોર્ડ નંબર 1થી 3 માટે પાધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કુલ કમ્પાઉન્ડ, વોર્ડ નંબર 4થી 6 માટે એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, વોર્ડ નંબર 7થી 9 માટે એસ.વી.વિરાણી હાઈસ્કુલ, ટાગોર રોડ, વોર્ડ નંબર 10થી 12 માટે એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, વોર્ડ નંબર 13થી 15 માટે શ્રી અમૃતચંદ વીરચંદ જસાણી સ્કુલ, પી.ડી.એમ. ફાટક પાસે, ગોંડલ રોડ તથા વોર્ડ નંબર 16થી 18 માટે શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, રાજકોટને ઈ.વી.એમ.ના ડિસ્પેચિંગ, રિસિવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે.