રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, ગભરાશો નહીં: મુખ્યમંત્રી

કોઈપણ અફવાથી નહીં દોરવાવા કરી અપીલ રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી ફેલાયેલી અફવાઓને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌન તોડ્યું છે.…

કોઈપણ અફવાથી નહીં દોરવાવા કરી અપીલ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી ફેલાયેલી અફવાઓને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર વહેતી થયેલી ખોટી માહિતીને કારણે પેટ્રોલ પંપો પર ઉમટી પડેલી ભીડને શાંત પાડતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાવાની જરૂૂર નથી.

એક જાહેર નિવેદનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “કોઈપણ પ્રકારની અફવાથી દોરાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવો. વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી ઈંધણનો પુરવઠો સતત મળી રહ્યો છે. પંપ પર લાઈનો લગાવીને ’પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી) કરવાનું ટાળો.
અત્રે એ ઉલ્લલેખનીય છે કે ગઈકાલથી ફેલાયેલી અફવાઓના પગલે પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ -ડિઝલ ભરાવવા વાહન ચાલકોએ લાઈનો લગાવી છે. અને કેટલાક લોકોએ પેટ્રોલ ડીઝલ નો સંગ્રહ શરુ કરી દીધો છે તેના કારણે કૃત્રિમ અછત તંગી સર્જાઈ છે. ત્યારે હવે ખુદ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *