…તો ભારતના વડાપ્રધાન પણ ટેબલ પર બેઠા હોત: રાહુલનો કટાક્ષ

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય બેઠકને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.…

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય બેઠકને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોત, તો ભારતના વડાપ્રધાન પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે આ જ ટેબલ પર બેઠા હોત.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર, રાહુલ ગાંધીએ ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિન વચ્ચેની ત્રિપક્ષીય બેઠકનો એક ફોટો શેર કર્યો. તેમણે લખ્યું, “જો કોંગ્રેસ સત્તામાં હોત, તો ભારતના વડાપ્રધાન આ ટેબલ પર બેઠા હોત. જે વડાપ્રધાન સમાધાન (બાંધછોડ) કરી લે છે, તેઓ ક્યારેય આ ટેબલ પર બેસી શકતા નથી.”
ગુરુવારે ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે. આ બેઠક દરમિયાન, ત્રણેય દેશો સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા લાવવા, તેલનો પુરવઠો વધારવા અને પરમાણુ જોખમો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ચર્ચાઓ ચાલુ રાખવા માટે સહમત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *