ચાંદી કિલોએ 20 હજાર વધીને 3 લાખને પાર, સોનામાં 10 ગ્રામે 10 હજારનો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. આજે કિંમતી ધાતુઓના ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી (આયાત શુલ્ક) 6% થી વધારીને 15% કરવાના નિર્ણયની બજાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં જોરદાર તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.
આ નિર્ણયથી ચાંદી આજે એક જ દિવસમાં 20,000 મોંઘી થઈ છે જેને કારણે રાજકોટમાં ચાંદીનો ભાવ 3,00,000 ને પાર થઈ ગયો છે. છેલા એક મહિનામાં ચાંદીમાં 50,000 નો વધારો નોંધાયો છે. ચાંદીની સાથે સાથે સોનામાં પણ આગઝરતી તેજી જોવા મળી છે. સોનામાં આજે સવારે માર્કેટ ખુલતા જ 10,000 નો વધારો નોંધાયો છે. બંને ધાતુમાં જોરદાર તેજી જોવા મળતા ગ્રાહકોને સોનુ ચાંદી લેવું વધુ મોંઘુ બન્યું છે.
આજે વાયદા બજારમાં સોનું વધીને 1,64,497 સુધી પહોંચ્યો હતો જ્યારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,68,135 સુધી પહોંચ્યો છે. ચાંદી આજે વાયદા બજારમાં 3,01,429 સુધી પહોંચી હતી જ્યારે રાજકોટમાં હાજરભાવ 3,08,450 સુધી પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 88 ડોલરે પહોંચી છે જ્યારે સોનુ 4700 ડોલર સુધી પહોંચી ગયું છે.
સરકારના આ નિર્ણય પાછળ સોનાની આયાત ઘટાડવી અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઓછું કરવાનો હેતુ હોવાનું મનાય છે, પરંતુ સ્થાનિક બજારમાં લગ્નસરાની સીઝન પૂર્વે જ ભાવ વધતા સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી શકે છે. આયાત ડ્યુટીમાં વધારાથી બુલિયન વેપારીઓ અને ઝવેરીઓ માટે સોના અને ચાંદી ખરીદવાનું મોંઘુ થશે. આની સીધી અસર ગ્રાહકો પર પડશે.
સોના અને ચાંદીના ભાવ વધવાની શક્યતા છે, અને આનાથી ઉદ્યોગ પર પણ અસર પડશે. આનો અર્થ એ છે કે ઔદ્યોગિક હેતુઓ અથવા રિસાયક્લિંગ માટે કિંમતી ધાતુઓનો ઉપયોગ કરતી કંપનીઓનો ખર્ચ વધશે.
ગ્રાહકોને દાગીના ખરીદવા મોંઘા થશે: બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન
ઇન્ડિયન બૂલીયન એન્ડ જવેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડવા માટે આયાત વધારવાનો નિર્ણય અપેક્ષિત હતો પરંતુ વધેલી કિંમતોને કારણે માંગ પણ અસર પડશે. આં ઉપરાંત સોના ચાંદીમાં જે ભાવ વધારો આવ્યો છે તેની અસર અંતે તો ગ્રાહકો ઉપર થશે. કારણ કે તેમણે સોના અને ચાંદીના અને ડાયમંડ જ્વેલરી ખરીદવા ઉપર હવે વધારે ભાવ ચૂકવવો પડશે.
આયાત ડ્યૂટી વધતા ફરી સ્મગલિંગનો ભય
કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી રાતોરાત વધારી છે તેના બાદ જ્વેલરી ઉદ્યોગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વધેલી ડ્યુટી થી સ્મગલિંગ વધી શકે છે જે 2024 ના મધ્યમાં ડ્યુટી ઘટાડ્યા બાદ એકદમ ઘટી ગઈ હતી. એક મુંબઈના બુલિયન ડીલરે જણાવ્યું હતું કે ગ્રે માર્કેટ ભરી સક્રિય બનશે વર્તમાન કિંમતમાં સ્મગ્લર્સ મોટો નફો થઈ શકે છે. આવનારા બે ત્રણ મહિનામાં અનેક બોર્ડર પર થી સોનુ ઘુસાડવાના પ્રયત્ન થશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
