ખોખળદડમાં ખેડૂતના ઘરનું ચોરીનું પગેરૂ અમદાવાદ તરફ, ક્રાઇમ બ્રાંચની ટીમ રવાના

29 લાખની ચોરીની જાહેરાત બાદ 27 લાખના દાગીના મકાનમાંથી મળ્યા ખોખળદડ ગામમાં ખેડુત ક્રાંતિભાઈ શિવાભાઈ દેસાઈ (ઉ.વ.65)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂૂા. 29 લાખની મત્તાની…

29 લાખની ચોરીની જાહેરાત બાદ 27 લાખના દાગીના મકાનમાંથી મળ્યા

ખોખળદડ ગામમાં ખેડુત ક્રાંતિભાઈ શિવાભાઈ દેસાઈ (ઉ.વ.65)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂૂા. 29 લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરીયાદ બાદ રૂૂા. 27.80 લાખના દાગીના મકાનમાંથી હેમખેમ મળી આવ્યા હતાં. જો કે તસ્કરો રૂૂા. 90 હજારની રોકડ સાથે બે બાઈકની પણ ચોરી ગયા હતાં. આ ચોરીનું પગેરૂૂ અમદાવાદ તરફ નીકળ્યું હોય ક્રાઈમ બ્રાંચની એક ટીમ અમદાવાદ પહોચી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાંતિભાઈની મોટી દિકરી અસ્મિતાના લગ્ન થઈ ગયા છે. બે પુત્રો ભરત અને મહેશ તેમની બાજુમાં જ રહે છે. ગઈકાલે રાત્રે 8.30 વાગ્યે કાંતિભાઈ મકાનને તાળા મારી બાજુમાં રહેતા પુત્ર મહેશને ત્યાં પત્નિ કાંતાબેન સાથે જમવા ગયા હતાં અને તેના ઘરે જ સુઈ ગયા હતાં. વહેલી સવારે પાંચેક વાગ્યે પોતાના ઘરે જઈને જોયુ તો ડેલીનું તાળુ તુટેલું હતું. ડેલી પણ ખુલ્લી મળી આવી હતી. ફળીયામાં રાખેલું બાઈક ગાયબ હતું. મુખ્ય દરવાજાની લોખંડની જાળીનું તાળુ પણ ગાયબ હતું. તેનો નકુચો પણ તુટેલો હતો. અંદર જઈ જોતા બન્ને રૂૂમમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. એક રૂૂમમાં કાપડની થેલીમાં રાખેલા રૂૂા., 90 હજાર ગાયબ હતાં. બીજા રૂૂમમાં કબાટની તીજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતાં, જેમાં બે બીસ્કીટ, ચાંદીની નાની બે ઈંટનો પણ સમાવેશ થાય છે.

આ રીતે તસ્કરો તેમના મકાનમાંથી કુલ રૂૂા. 29 લાખના મત્તાની ચોરી કરી ગયા હતાં. તત્કાળ જાણ કરતાં આજી ડેમ પોલીસસાથે ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. સીસીટીવી કેમેરા જોતા તેમાં મોઢે બુકાની બાંધેલા પાંચેક તસ્કરોએ ચોરી કર્યાનું બહાર આવ્યું છે. આ તસ્કરો પગપાળા આવ્યા હતાં અને કાંતિભાઈ ઉપરાંત ગામમાંથી અન્ય એક વ્યક્તિનું મળી કુલ બે બાઈક ચોરી ગયા હતાં. બાઈક ઉપર જ તસ્કરો ભાગી ગયાની શક્યતા પોલીસે દર્શાવી છે. સાંજે તપાસમાં નવો વળાંક આવ્યો હતો. કાંતિભાઈના મકાનમાંથી કહેવાતા ચોરી થયેલા રૂૂા. 27.80 લાખના દાગીના હેમખેમ મળી આવ્યા હતાં.

પોલીસે જણાવ્યું કે, સવારે સામાન વેરવીખેર હોવાથી દાગીના ભરેલી થેલી પરિવારના સભ્યોએ જોઈ ન હતી. એફએસએલની તપાસ બાદ પરિવારજનોએ સામાન સરખો કરવાનું શરૂૂ કરતા દાગીના ભરેલી થેલી મળી આવી હતી. તસ્કરો મકાનમાંથી રૂૂા. 90 હજારની રોકડ ઉપરાંત એક બાઈક ઉઠવી ગયા હતા. આ મામલે આજીડેમ, ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની ટીમે વધુ તપાસ કરતા ચોરીનું પગેરૂૂ અમદાવાદ નીકળ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *