ભાવનગરમાં નિવૃત્ત ડે.સેક્રેટરીના પત્નીના બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરી

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં બંધ મકાનની બારીનો કાચ તોડી ગ્રીલ વાળીને ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી રૂૂ.3.25 લાખના સોના-ચાંદીના દાગીના સહિતનો માલસામાન ચોરી કર્યો હતો. ચોરીની…

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં બંધ મકાનની બારીનો કાચ તોડી ગ્રીલ વાળીને ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી રૂૂ.3.25 લાખના સોના-ચાંદીના દાગીના સહિતનો માલસામાન ચોરી કર્યો હતો. ચોરીની સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ પ્રતિભાબેન ગીરીશભાઈ શાહ (ઉં.66) એકલા રહે છે. તેમના પતિ ગીરીશભાઈ ડેપ્યુટી સેક્રેટરીના પદ પરથી નિવૃત્ત થયા હતા અને વર્ષ 2021માં અવસાન પામ્યા હતા.

પ્રતિભાબેન તેમની દીકરીના ઘરે રાજકોટ ગયા હતા અને મકાનને તાળું માર્યું હતું. દરમિયાન ઘરકામ માટે આવતા જશુબેને ફોન કરી બારીના કાચ તૂટેલા હોવાનું જણાવતાં તેઓ પરિવાર સાથે ભાવનગર પરત આવ્યા હતા. ઘરે પહોંચતાં બારીનો કાચ તૂટેલો અને ગ્રીલ વળેલી જોવા મળી હતી. અંદર તપાસ કરતાં સામાન વેરવિખેર હતો અને કબાટનું લોક પણ તૂટેલું હતું.

કબાટમાંથી ચાંદીના બે એવોર્ડ, ચાંદીના સિક્કા, સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, હીરાની ચુન્ની, ઘડિયાળો સહિતની વસ્તુઓ, જ્યારે રસોડામાંથી ચાંદીના આઠ ગ્લાસ, મંદિરમાંથી બે ચાંદીના દીવા અને બેઠક રૂૂમમાંથી ચાંદીનો રથ 3.25 લાખ રૂૂપિયાનો સહિતનો સામાન ચોરી થયાનું સામે આવતા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રતિભાબેને ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘરમાં લગાવેલા CCTV માં મોડી રાત્રેના ત્રણ શખ્સો ઘરમાં પ્રવેશી કેમેરા તોડતા પણ જોવા મળ્યા હતા. શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી જુદી જુદી દિશામાં તસ્કરોને શોધખોળ માટે કામગીરી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *