વિજયાદશમીની તૈયારીઓ દિલ્હીમાં પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન કરવા માટે 221 ફુટ ઊંચા દશાનનનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. એની ઊંચાઈ 221 ફુટ છે જે લગભગ બાવીસ માળ બરાબર ઊંચાઈ ગણાય. રાવણની સાથે અહીં મેઘનાદ અને કુંભકર્ણનાં પણ વિશાળ પૂતળાં બનાવવામાં આવ્યાં છે. એની ઊંચાઈ 90-90 ફુટની છે. છેલ્લા ત્રણ મહિનાથી આ પૂતળાં બનાવવાની તૈયારી ચાલી રહી હતી.
આયોજકોનો દાવો છે કે આ વર્ષનો રાવણ દુનિયાનો સૌથી ઊંચો રાવણ હશે. ચંડીગઢથી આવેલા ખાસ 120 નિષ્ણાત કારીગરોએ પૂતળું બનાવવા માટે રાતદિવસ એક કર્યાં હતાં. આ ત્રણેય પૂતળાં સ્થિર રહી શકે એ માટે એમાં 7 ટન લોખંડ વાપરવામાં આવ્યું છે અને એનો પાયો દસ ફુટ ઊંડો ખોદવામાં આવ્યો છે. રાવણના માથે પહેરાવવાનો મુગટ પણ ખાસ છે. પૂતળાં પર પહેરાવવાનાં કપડાં વોટરપ્રૂફ વેલ્વેટથી બન્યાં છે. માત્ર મુગટની જ હાઇટ પચીસ ફુટની છે. આ જાયન્ટ રાવણ બનાવવામાં લગભગ 40 લાખ રૂૂપિયાનો ખર્ચ થયો છે. જાયન્ટ રાવણનું દહન કરવા માટે પણ વિશેષ સેફ્ટી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં ગ્રીન ફટાકડા ગોઠવવામાં આવ્યા છે. એનું દહન રિમોટ ક્ધટ્રોલથી કરવામાં આવશે.
