બાંટવા (વોર્ડ નં.6)ની આંગણવાડીનું કામ નબળું, બાળકોના જીવનું જોખમ

બાંટવા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં. 6, બગીચા પાછળ વર્ષ 2023માં નવી આંગણવાડીનું નિર્માણ પૂર્ણ થયું હતું, પરંતુ હવે તે અતિ નબળું અને જોખમકારક બન્યું છે.…

બાંટવા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં. 6, બગીચા પાછળ વર્ષ 2023માં નવી આંગણવાડીનું નિર્માણ પૂર્ણ થયું હતું, પરંતુ હવે તે અતિ નબળું અને જોખમકારક બન્યું છે. ક્ધસ્ટ્રક્શન કામગીરીમાં થયેલી ગેરરીતિઓના કારણે પાયો બેસી ગયો છે અને લાદી તૂટી ગઈ છે, જે નાની ઉમરના બાળકો માટે ભારે જોખમરૂૂપ છે.આ આંગણવાડી જે.ડી.ક્ધસ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવી હતી, અને અત્યારની સ્થિતિએ તે ઠીકેદારની ભ્રષ્ટાચારભરી કામગીરી અને નીચી ગુણવત્તાના સામગ્રી ઉપયોગની સાક્ષી આપે છે.

આંગણવાડીની તાકીદે તપાસ કરવામાં આવે અને ગુણવત્તા ચકાસણી કરવામાં આવે. જે.ડી. ક્ધસ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર તંત્ર સામે કડક પગલાં લેવામાં આવે. બાળકોના ભવિષ્યની સુરક્ષાની ખાતરી માટે, નવું અને મજબૂત નિર્માણ ફરીથી કરવામાં આવે. માજી સદસ્ય, બાંટવા નગરપાલિકા ભાવેશ પરબતભાઈ નકુમ અને અન્ય સ્થાનિક નાગરિકોએ તાકીદે કલેક્ટર, જુનાગઢ અને પ્રાદેશિક કમિશનર, ભાવનગર સમક્ષ લેખિતમાં રજુઆત કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આ મુદ્દાને ઉચ્ચ અધિકારીઓ સુધી લઈ જવામાં આવશે અને આંદોલન કરવાની પણ તૈયાર કરી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *