અમરેલી જીલ્લાના વડિયા ખાતે થોડા દિવસ પેહલા મનસુખભાઈ સોજીત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબતમાં હેરાન પરેશાન થઇ અંતે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જુવાન ટુકાવ્યું હતુ. આ દવા પીધા બાદ ખેડૂતે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં બાલા સોજીત્રા અને ભાવેશ સોજીત્રા નામના બે શખ્સોના ત્રાસથી પોતે દવા પીવા મજબુર બન્યા હોવાનુ જણાવ્યું હતુ. આ ખેડૂતના મૃત્યુ બાદ ખેડૂતના પરીવારજનોના પોલીસ સાથેના 15 કલાકના સંઘર્ષ બાદ આ બે શખ્સો બાલા સોજીત્રા અને ભાવેશ સોજીત્રા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ત્યારથી તેઓ ફરાર હતા. ગત સાંજના સમયે આ બંને શખ્સ વડિયા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. આ બંને શખ્સો હાજર થતા વડિયા પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. આ બાબતે વડિયાના ઇન્ચાર્જ પીઆઇ પી ડી ગોહિલનો સંપર્ક કરતા તેમણે બંને શખ્સ સામેથી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા છે હવે આગળની તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
