પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરીનું ટ્રેલર કાલે થશે રિલીઝ

મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પહેલીવાર કોઈ ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. મેડોક ફિલ્મ્સની આગામી કોર્ટરૂૂમ ડ્રામા પ્રહાર: ધ…

મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પહેલીવાર કોઈ ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. મેડોક ફિલ્મ્સની આગામી કોર્ટરૂૂમ ડ્રામા પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઉજ્જવલ નિકમનું ટ્રેલર 29 સપ્ટેમ્બરની સાંજે CSMT ખાતે લોન્ચ કરવામાં આવશે. આ પ્રસંગે રાજકુમાર રાવ, વામિકા ગબ્બી, નિર્માતા દિનેશ વિજાન, જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમ અને દિગ્દર્શક અવિનાશ અરુણ હાજર રહેવાની શક્યતા છે.

ફિલ્મની કહાણી સાથે CSMTનું જોડાણ પણ ખાસ છે. પ્રહારમાં જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમ દ્વારા લડવામાં આવેલા કેટલાક મહત્વના કેસો અને કાનુની સંઘર્ષોને રજૂ કરવામાં આવ્યા છે. તેમાં 26/11ના મુંબઈ આતંકી હુમલા અને આરોપી અજમલ કસાબ સામે ચાલેલા કેસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 26 નવેમ્બર, 2008ની રાત્રે આતંકવાદીઓએ CSMTને પણ નિશાન બનાવ્યું હતું. હુમલામાં જીવતો ઝડપાયેલો એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ બાદમાં વિશેષ અદાલતમાં ચાલેલા કેસમાં આરોપી બન્યો હતો અને ઉજ્જવલ નિકમ આ કેસમાં વિશેષ સરકારી વકીલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *