‘કયોંકી સાસ ભી કભી બહુથી’ની ટીમે 26 વર્ષની ઉજવણી કરી

સ્મૃતિ ઈરાની, એકતા કપૂર સહિત ટીમની હાજરી ’ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’એ એના પ્રસારણનાં 26 વર્ષ પૂરાં કર્યાં છે. આ ખાસ અવસરે શોની મુખ્ય…

સ્મૃતિ ઈરાની, એકતા કપૂર સહિત ટીમની હાજરી

’ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’એ એના પ્રસારણનાં 26 વર્ષ પૂરાં કર્યાં છે. આ ખાસ અવસરે શોની મુખ્ય અભિનેત્રી સ્મૃતિ ઈરાની સહિત આખી ટીમે સાથે મળીને ઉજવણી કરી હતી અને તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. આ પ્રસંગે શોની નિર્માતા એકતા કપૂરે પણ સોશ્યલ મીડિયા પર ઇમોશનલ નોંધ શેર કરી હતી. એકતાએ નોંધમાં સ્મૃતિ ઈરાની, લેખન-ટીમ, સર્જકો અને સમગ્ર બાલાજી ટેલિફિલ્મ્સ પરિવારનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે આ શોને ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં અવિસ્મરણીય સ્થાન અપાવવામાં દરેકનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

’ક્યોંકિ…સાસ ભી કભી બહૂ થી’નું પ્રથમ પ્રસારણ 2000ની ત્રીજી જુલાઈએ થયું હતું. તુલસી વીરાણીના પાત્રમાં સ્મૃતિ ઈરાની અને મિહિર વીરાણીના પાત્રમાં અમર ઉપાધ્યાયે દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. આ ધારાવાહિકે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં અનેક નવા માપદંડ સ્થાપ્યા હતા અને વર્ષો સુધી ટેલિવિઝન રેટિંગ પોઇન્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *