લોકોને મફત અનાજ, પૈસા મળે એટલે કામ ન કરે તેવી સુપ્રીમ કોર્ટની વાત અર્ધસત્ય છે

સુપ્રીમ કોર્ટે ગઇકાલે ગરીબી નાબુદીની યોજનાઓના સંદર્ભમાં મહત્વની ટિપ્પણી કરી કે લોકોને મફત અનાજ-પૈસા આપી પરાવલંબી ન બનાવો. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આવી યોજનાઓથી…

સુપ્રીમ કોર્ટે ગઇકાલે ગરીબી નાબુદીની યોજનાઓના સંદર્ભમાં મહત્વની ટિપ્પણી કરી કે લોકોને મફત અનાજ-પૈસા આપી પરાવલંબી ન બનાવો. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આવી યોજનાઓથી લોકો કામ કરવા જલ્દી તૈયાર નથી થતા. બીજી બાજુ દેશની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન સુબ્રમણ્યને શ્રમિકોની અછતના અનુસંધાને આવું જ કંઇક કહ્યું. તેમના મત મુજબ કલ્યાણકારી યોજનાઓ, મનરેગા જેવી ઘરઆંગણે મળતી રોજીની તક કે બીજી કોઇ કારણોસર શ્રમિકો સ્થળાંતર માટે તૈયાર નહીં હોવાથી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટો માટે પુરતા માણસો મળતા નથી તેમણે એવું પણ કહ્યું કે માત્ર શ્રમિકો જ નહીં ટેક કર્મચારીઓ પણ કામકાજનું સ્થળ બદલાવી રહ્યું નથી.

એ વાત સાચી છે કે કોઈપણ સરકાર પોતાના નાગરિકોને ભૂખે મરવા દેતી નથી, તેથી જ રાઈટ ટુ ફૂડ એક્ટ લાવવામાં આવ્યો. પરંતુ આનો અર્થ એ નથી કે દેશની મોટી વસ્તીને આ રીતે મફતની વસ્તુઓ અને આળસુ બનાવી દેવામાં આવે. આ સિસ્ટમ ત્યારે જ હોવી જોઈએ જ્યારે લોકોને કામ ન મળે. મનરેગા કાર્યક્રમ દરેક પરિવારને કામ આપવાની બાંયધરી સાથે શરૂૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 100 દિવસ કામની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ તે કાર્યક્રમની સ્થિતિ એ છે કે દર વર્ષે તેમાં નોંધાયેલા લોકોની સંખ્યા ઘટી રહી છે. ભંડોળની ફાળવણી અને કામકાજના દિવસો ઘટી રહ્યા છે.

ઘણા લોકોને હવે વર્ષમાં પચાસ દિવસ પણ કામ મળવું મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં, સરકારો ખેડૂતો, મહિલાઓ વગેરેને દર મહિને રોકડ ટ્રાન્સફરના વચનો આપી રહી છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે 80 કરોડથી વધુ લોકોને મફત રાશન, મહિલાઓ અને ખેડૂતોને રોકડ ટ્રાન્સફર, મફત વીજળી અને પાણી જેવી યોજનાઓને કારણે ઘણી રાજ્ય સરકારો પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે. દેખીતી રીતે, આ દેશની પ્રગતિ માટે શુભ સંકેત નથી. એ દ્રષ્ટીકોણથી સુપ્રીમ કોર્ટ સાચી છે. પરંતુ લોકોને ઘરબેઠા અનાજ કે પૈસા મળી રહેતા હોવાથી તે લોકો કામ કરતા નથી તે કહેવું વધુ પડતું છે.

સરકાર મફત અનાજ આપી આપીને કેટલું આપે છે. મહીલાઓ કે વૃધ્ધોને સરકાર કેટલા પૈસા આપે છે? એનાથી જીવન ગુજારો કઇ રીતે થાય? પશ્ચિમના દેશો જેટલું લોકોને ભથ્થુ અથવા સામાજીક સુરક્ષા આપવો ત્યાં નથી. એટલે લોકોને બેજવાબદાર ગણવા ખોટા છે. રહી વાત માઇગ્રેશનની તો લોકોને ઘર બેઠા અથવા નજીકના સ્થળે રોજગારી મળતી હોય તો એ થોડા વધુ પગારે બહાર શું કામ કરે? પરિવાર સાથે રહી શ્રમિકો કામ કરે તો એથી પારિવારીક સુખશાંતિમાં વધારો થાય. વાસ્તવમાં આપણે જોર લગાવવું જરૂરી છે કે લોકોને ઘરઆંગણે કામ મળતું થાય. એથી શહેરીકરણની સમસ્યાઓ અટકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *