શેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ

ઈરાન યુદ્ધને લઈને હવે મંત્રણાનો દોર શરૂૂ થાય તેવી સંભાવના વચ્ચે સોના ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સવારે માર્કેટ ખુલતા ની સાથે જ…

ઈરાન યુદ્ધને લઈને હવે મંત્રણાનો દોર શરૂૂ થાય તેવી સંભાવના વચ્ચે સોના ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સવારે માર્કેટ ખુલતા ની સાથે જ સોનામાં રૂૂપિયા 5000 અને ચાંદીમાં ₹12,000 નો વધારો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં કીમતી ધાતુઓના ભાવમાં આવેલા ઉછાળાને કારણે ભારતના વાયદા બજારમાં પણ આજે તેજી જોવા મળી હતી. આજે ટ્રેડિંગ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી હતી. ચાંદીના ભાવમાં આવેલી ચમકને પગલે આજે શેર બજારમાં પણ 1200 પોઇન્ટ સેન્સેક્સ વધ્યો છે અને તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધને કારણે કડાકાની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ સોના ચાંદીમાં અચાનક મોટો ગેપ અપ ઉછાળો આવ્યો છે. બજાર ખુલતા ની સાથે જ ચાંદીમાં એકઝાટકે રૂૂપિયા 12,000 નો વધારો નોંધાતા ચાંદીની સપાટી 236140 પર પહોંચી હતી. છેલ્લા ચાર દિવસમાં ચાંદીમાં રૂૂપિયા 35,000 નો વધારો નોંધાયો છે. ચાંદીના પગલે સોનામાં પણ તેજી જોવા મળી છે. સોનામાં પણ આજે રૂૂપિયા 5500 નો વધારો નોંધાતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. સોનુ આજે ₹1,47,220 ની સપાટી પર પહોંચ્યું છે જ્યારે રાજકોટમાં સોનાનો ભાવ ₹1,50,000 પર જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો રાજકોટમાં ચાંદીનો ભાવ ₹2,44,860 પર પહોંચ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 45 75 ડોલર અને ચાંદી 74 ડોલર પર પહોંચી છે સોનામાં પણ છેલ્લા ચાર દિવસમાં 12,000 નો વધારો નોંધાયો છે.

સોના ચાંદીની સાથે સાથે આજે શેર બજારમાં પણ ફૂલ ગુલાબી તેજી જોવા મળી હતી સેન્સેક્સ 570 ના વધારા સાથે ખુલ્યા બાદ અનેક ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળતા તેજી આગળ વધી હતી. હજુ ત્રણ દિવસ પહેલા સેન્સેક્સ 73 હજારની સપાટીથી નીચે સળકી ગયો હતો તે આજે 75 હજારની સપાટીની ઉપર પહોંચી ગયો હતો. નીતિમાં પણ આજે 410 પોઇન્ટની તેજી જોવા મળી હતી બેંકની 1050 અંક તેમજ મિડકેપ નિફ્ટીમાં પણ 1100 પોઇન્ટ ની તેવી જોવા મળી છે. આજે માત્ર 140 શેર જ લાલ ઝોનમાં જોવા મળ્યા છે જ્યારે બાકીના તમામ શહેરોમાં ખરીદી જોવા મળે છે. આજે નિફ્ટી રીયલ્ટી મીડિયા તેમજ મેટલના શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *