બગદાણામાં બાપા સીતારામનો નાદ ગુંજી ઉઠયો

પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે આજે બગદાણામાં અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ ભાવિકોનો મહેરામણ બગદાણામાં ઉમટી પડ્યો…

પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે આજે બગદાણામાં અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ ભાવિકોનો મહેરામણ બગદાણામાં ઉમટી પડ્યો છે અને ચોમેર બાપા જય જય સીતારામ નો જય ઘોષ થઈ રહ્યો છે . બગદાણા ઉપરાંત અનેક શહેરને જિલ્લાઓમાં પણ ધાર્મિક કાર્યક્રમના આયોજનો બાપાના સેવકો દ્વારા કરવામાં આવ્યા છે. બગદાણામાં મહાપ્રસાદ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને સવારથી જ હજારોની જનમેદની ઉમટી રહી હોય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

આજે સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ હોય બગદાણામાં ભાવિકોનો પ્રવાહ ઊમટી રહ્યો છે. ભાવનગર જીલ્લો તેમજ સૌરાષ્ટ્ર ,ગુજરાત અને અન્ય રાજ્યોથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો બગદાણા દર્શન કરવા આવી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ભાવનગર એસછે તંત્ર દ્વારા બગદાણા જવા વધારાની બસો દોડાવાઈ રહી છે.

બગદાણા બાપાસીતારામના જયખોષથી ગુંજી ઉઠ્યું છે.ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ, મુનીડેરી ચોક, એમ. જી .રોડ ,ખારગેટ, દિવાનપરા, ચાવડીગેટ નીલમબાગ, આનંદનગર, દેવબાગ સરિતા સોસાયટી, કાળીયાબીડ, ગાયત્રીનગર, ભરતનગર સહિતના અનેક વિસ્તારોમાં બાપાની મઢુલી ખાતે ધાર્મિક કાર્યક્રમોના આયોજનો તેમજ પ્રસાદ વિતરણના આયોજનો કરવામાં આવ્યા છે સવારથી જ તમામ ચોક પર બાપાના ગીતો ભજનો ગુંજી રહ્યા છે અને સેવક સમુદાય દ્વારા પ્રસાદ વિતરણ ,ચા વિતરણ,છાશ વિતરણ દૂધ કોલ્ડ્રીંકનું વિતરણ તેમજ વિવિધ શરબત અને પ્રસાદીના વિતરણના આયોજનો કરવામાં આવી રહ્યું છે. ભાદેવાની શેરી વિસ્તારમાં ભક્તિભાવ અને સેવાભાવ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ ભાદેવાની શેરી યુવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.સંત શ્રી બજરંગદાસ બાપાએ પોતાના જીવન દ્વારા ત્યાગ, તપસ્યા, સેવા અને માનવતાના મૂલ્યો સમાજને અર્પણ કર્યા હતા.

તેમની સ્મૃતિને વંદન કરી અને તેમના આદર્શોને આગળ વધારવાના હેતુસર આ પુણ્ય પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમ દ્વારા સમાજમાં ભાઈચારો, સમરસતા અને ધાર્મિક ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મહાપ્રસાદના માધ્યમથી શ્રદ્ધાળુ ભક્તો એકત્રિત થઈ સંત પરંપરાના મૂલ્યોને સ્મરણ કરશે. આયોજકો દ્વારા ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારોના તમામ ભાવિ ભક્તોને સહપરિવાર ઉપસ્થિત રહી મહાપ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આમ ભાવનગર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે પૂજ્ય બજરંગદાસ બાપાની બાપાની પુણ્યતિથિની ભાવભર ઉજવણી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *