કેબિનેટ બેઠકમાં ખ્યાતિકાંડ ગુંજ્યું, PMJAY સ્કીમ માટે SOPબનાવાશે

ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ કેબિનેટ બેઠકમાં મુદ્દો ગાજયો છે.PMJAY હેઠળ આવતી હોસ્પિટલ બરોબર કામગીરી કરે છે કે નહી તેને લઈ તપાસ પણ કરવામાં આવશે,સાથે સાથે…


ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ કેબિનેટ બેઠકમાં મુદ્દો ગાજયો છે.PMJAY હેઠળ આવતી હોસ્પિટલ બરોબર કામગીરી કરે છે કે નહી તેને લઈ તપાસ પણ કરવામાં આવશે,સાથે સાથે PMJAY યોજના માટે હોસ્પિટલની કડક SOPબનાવવા સૂચના અપાઈ છે.SOPની કડક અમલવારી પરંતુ લોકો હેરાન ના થવા જોઈએ તેવી મુખ્યમંત્રીએ સૂચના આપી છે,કોઈપણ હોસ્પિટલમાં હવે ખોટી સારવાર ના થાય તેવી કાર્યવાહી અને SOPમાટે સૂચના અપાઈ છે.


ટુંકા સમયમાં આરોગ્ય વિભાગ PMJAYયોજના અંગેની હોસ્પિટલ માટેની SOPજાહેર કરશે તો મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક SOPજાહેર થશે તો,હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત SOPજાહેર થશે,હવે કોઈ પણ ડોકટર PMJAY હેઠળ દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે,વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજયસરકાર સફાળી જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *