‘ ધ પેરેડાઇઝ’ની પ્રથમ દિવસની કમાણી 50 કરોડને પાર

24 સપ્ટેમ્બરે ભારત સહિત દુનિયાભરના સિનેમાઘરોમાં નાની અને રાઘવ જુયાલની ફિલ્મ ધ પેરેડાઇઝ રીલીઝ થઈ. આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન શાનદાર રહ્યું છે. પહેલા દિવસે…

24 સપ્ટેમ્બરે ભારત સહિત દુનિયાભરના સિનેમાઘરોમાં નાની અને રાઘવ જુયાલની ફિલ્મ ધ પેરેડાઇઝ રીલીઝ થઈ. આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન શાનદાર રહ્યું છે. પહેલા દિવસે નાનીની ફિલ્મ 50 કરોડથી વધારે નું ઓપનિંગ કલેક્શન કર્યું છે. બેસ્ટ ઓપનિંગની બાબતમાં ધ પેરેડાઇઝ ફિલ્મ નાનીના કરિયરની સૌથી સારી અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ છે.સૈકનિલ્ક અનુસાર તો ધ પેરેડાઇઝ ફિલ્મ એ પહેલા દિવસે 46.25 કરોડનું નેટ કલેક્શન ભારતમાં કર્યું છે.

જ્યારે ગ્રોસ કલેક્શન 54.90 કરોડનું રહ્યું છે. આ ફિલ્મની દુનિયાભરમાં કમાણી 74.90 કરોડ થઈ છે. મહત્વપૂર્ણ છે કે ધ પેરેડાઇઝ ફિલ્મ 150 થી 200 કરોડના બજેટમાં બની હોવાની વાત છે આ દ્રષ્ટિએ ફિલ્મને હીટ સાબિત થવા માટે 100 કરોડ થી વધુ ની કમાણી કરવી પડશે. જોકે ઓપનિંગ કલેક્શનને જોતા લાગે છે કે નાનીની ધ પેરેડાઈઝ ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનની બાબતમાં હિટ સાબિત થશે.ધ પેરેડાઇઝ ફિલ્મ નાનીના કરિયરની પહેલી ફિલ્મ છે જેને બોક્સ ઓફિસ પર પહેલા દિવસે આટલું મોટું કલેક્શન મળ્યું હોય.

એટલા માટે જ કમાણીની બાબતમાં આ ફિલ્મ નાની ના કરિયરની બેસ્ટ ફિલ્મ ગણવામાં આવી રહી છે. ધ પેરેડાઈઝ ફિલ્મનું દુનિયાભરમાં પહેલા દિવસનું કલેક્શન 74 કરોડથી વધારેનું છે. જેના કારણે ધ પેરેડાઈઝ નાનીના કરિયરની સૌથી વધારે ઓપનિંગ કરનાર ફિલ્મ બની છે. જ્યારે બીજા નંબર પર હિટ ધ થર્ડ કેસ અને ત્રીજા નંબર પર દસરા ફિલ્મ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *