જૂની પેન્શન યોજના લાગુ નહીં જ થાય, સંસદમાં સરકારનો જવાબ

જૂની પેન્શન યોજનાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. લાખો સરકારી કર્મચારીઓ તેને ફરીથી લાગુ કરવાની રાહ જોઈ રહ્યા છે. હવે, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ…

જૂની પેન્શન યોજનાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. લાખો સરકારી કર્મચારીઓ તેને ફરીથી લાગુ કરવાની રાહ જોઈ રહ્યા છે. હવે, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં OPS ફરીથી લાગુ કરવાની યોજના બનાવી રહી નથી. સરકારનું કહેવું છે કે તેનાથી સરકારી તિજોરી પર નોંધપાત્ર બોજ પડશે.

લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાનો વિચાર કરી રહી નથી. સરકારે જણાવ્યું હતું કે OPS લાગુ કરવાથી આગામી વર્ષોમાં સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. તેથી તેને ફરીથી શરૂૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

સંસદીય જવાબ મુજબ દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ એ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) છોડીને જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે જાણ કરી છે. આ રાજ્યો પાસે NPSમાં હજારો કરોડ રૂૂપિયાનું ભંડોળ જમા છે. ડેટા અનુસાર, 26 જુલાઈ, 2026 સુધીમાં રાજસ્થાનમાં 53,403.89 કરોડ રૂૂપિયા, પંજાબમાં 40,673.08 કરોડ રૂૂપિયા, છત્તીસગઢમાં 24,030.04 કરોડ રૂૂપિયા, ઝારખંડમાં 14,420.90 કરોડ રૂૂપિયા અને હિમાચલ પ્રદેશમાં 12,525.96 કરોડ રૂૂપિયા ગઙજમાં જમા છે.

સરકારે આ પ્રશ્નનો પણ સ્પષ્ટતા કરી હતી. સરકારે જણાવ્યું હતું કે વર્તમાન કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જે NPSમાં જમા કરાયેલા પૈસા રાજ્યોને પરત કરવાની મંજૂરી આપે. આમાં કર્મચારીઓ અને સરકાર બંને તરફથી યોગદાનનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે OPS અપનાવ્યા પછી પણ આ રકમ રાજ્યોને પરત કરવામાં આવશે નહીં.

જૂની પેન્શન યોજના નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન પ્રદાન કરે છે. સરકાર સમગ્ર ખર્ચ સહન કરે છે. બીજી બાજુ NPS એક યોગદાન-આધારિત સિસ્ટમ છે, જેમાં કર્મચારીઓ અને સરકાર બંને ફાળો આપે છે. નિવૃત્તિ પછી પેન્શન એ જ થાપણો અને રોકાણોમાંથી મળતા વળતરના આધારે ચૂકવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *